
કચ્છ આઠ કોટી મોટીપક્ષ જૈન સંઘના કાર્યવાહક તારાચંદ મુનિ મ.સા. પોતાના બે શિષ્યો સાથે બુધવારે મણીનગર (પૂર્વ) અમદાવાદમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે.
પ.પુ. પૂનમચંદ્રજી સ્વામીના અંતેવાસી કાર્યવાહક પ.પુ. તારાચંદ મુની મ.સા. પ.પૂ. પ્રશાંતમુની મ. સા. અને પ. પૂ. સમર્પણમુની મ. સા. તા.28/06 ને બુધવારના સવારના 8:30 કલાકે શ્રી સુધર્મા સ્થાનકવાસી જૈન સંઘ મણીનગર (પૂર્વ) અમદાવાદમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરનાર હોવાનું દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
પ.પૂ. ગુરુદેવ આદિઠાણા જ્વાલા સાડીવાલાની જીતુભાઈ નંદુલાલ લોલીપાણીયાના નિવાસ્થાનેથી બુધવારે સવારના 8:30 કલાકે વિહાર કરીને શ્રી સુધર્મા સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કરશે. ત્યારબાદ ગુરુદેવો શુભ-લાભ-મંગલ આશીર્વાદ શ્રી સંઘ ઉપર વરસાવશે.
નવકારશી, જમણ અને પ્રભાવના નો લાભ ગામ દેવાના નિવાસી સ્વ. શ્રી રતિલાલ ભાઇલાલ લીંબડીયા શ્રી પરિવારે લીધેલ છે.
સંપર્ક સૂત્ર -> શ્રી પ્રકાશભાઈ રૂપેરા – 9825450933