
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કચ્છી સર્જકો ઝળક્યા Parijat Parivar Sahitya Group
પારિજાત પરિવાર સાહિત્ય ગ્રુપ (Parijat Parivar Sahitya Group) દ્વારા એપ્રિલ – ૨૦૨૩ માં “સમૂહલગ્ન એક – અભ્યાસ” એ વિષયની લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી ચુનંદા સર્જકોએ ભાગ લીધો. જેનું પરિણામ જાહેર થતાં તેમાં પ્રથમ ક્રમે ડો. રાધિકા રાહુલ ટીક્કુ – વલસાડ, દ્વિતીય ક્રમે શમીમ મર્ચન્ટ – મુંબઈ તથા જેસંગ જાદવ – ધોળકા, તૃતીય ક્રમે મુલેશ કે.દોશી – માંડવી (કચ્છ), ચતુર્થ ક્રમે ડો. દિલીપ કે. પટેલ –કડી તથા સી.ડી. કરમશીયાણી – દેશલપર, પાંચમાં ક્રમે પંચાલ વૈશાલી ત્રિકમલાલ – – મહેસાણા તથા ભારતી ભંડેરી ‘અંશુ’ – અમદાવાદ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુલેશ દોશી કટારલેખક છે, અગાઉ પણ તેમણે લઘુકથા સ્પર્ધામાં પણ તૃતીય સ્થાન મેળવેલ અને જયારે સી.ડી. કરમશીયાણી પણ કચ્છી છે, જેઓએ અનુક્રમે તૃતીય તથા ચતુર્થ સ્થાન મેળવ્યું છે આ સ્પર્ધામાં ખ્યાતનામ સિતેર થી વધુ સર્જકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના મુખ્ય આયોજક પારિજાતના
ફાઉન્ડર માણેકલાલ પટેલ તથા આયોજન સહયોગીઓ પી.સી.પટેલ તથા કિરણ શર્મા ‘પ્રકાશ’ રહ્યા હતા.
રાજ્યસ્તરની આ સ્પર્ધામાં કચ્છી સાહિત્યકારો ઝળકતાં એમને સારસ્વતમ સંસ્થાના પ્રમુખ વિજયલક્ષ્મી શેઠ, માનદમંત્રી ડો. વિ. વિજ્યાકુમાર, કચ્છના જાણીતા સર્જન ડો. કૌશિક શાહ, કચ્છ શક્તિ એવાર્ડ વિજેતા ડો. કિંજલ શાહ, રોટરીના પૂર્વ ગવર્નર ડો. હર્ષદ ઉદેશી, વી. આર. ટી. આઈ. ના ગોરધન પટેલ (કવિ), ગોકુલ કોલેજના ટ્રસ્ટી કૌશિક ગોકુલગાંધી, ડાયરેકટર પ્રવિણ પોપટ – પ્રજ્ઞા પોપટ, રાજ્ય / રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક દિનેશ શાહ વિ. એ અભિનંદન પાઠવ્યા હતા.