અરબી સમુદ્રમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત:સુરક્ષા એજન્સીનું સફળ ઓપરેશન; 600 કરોડના નશીલા પદાર્થ સાથે 14 પાકિસ્તાનીને ઝડપ્યા

ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાય છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. 

અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારબોર કરનારા સુરક્ષા એજન્સી સંકજામાં આવી જાય છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇન્પુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપાયો છે. જેની બજાર કિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાનીઓ પણ ઝડપ્યા છે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *