અમદાવાદમાં 1255 કફ શિરપની બોટલ સાથે SOG દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી

featured_1663791623

અમદાવાદમાં ઠક્કરબાપાનગરમા એક દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 2.37 લાખની ગેરકાયદે કફ સિરપનો જથ્થો પકડી એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી કોને વેચાણ કરતો અને કેટલા સમયથી ગેરકાયદે વેપાર કરતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે…

1651554431660-3

શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી હરીજન સિન્ધી સોસાયટી પાસે એક દુકાનમાં કફ સિરપનો જથ્થો પડ્યો હોવાની માહિતી એસઓજીને મળી હતી. જેના ભાગરૂપે પોલીસની ટીમે રેડ કરી હતી અને ત્યાથી કફ સીરપનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નવા નરોડા ખાતે આવેલા ડિ માર્ટ નજીકના અક્ષરધામ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ક્ષત્રિય ની ધરપકડ કરી હતી.દુકાનમાંથી 1 મોબાઇલ, અન્ય દસ્તાવેજો અને કફ સિરપના બોક્ષ એટલે કે 1255 નંગ બોટલો પકડી પાડી હતી. પોલીસે 2.37 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

1651554389499-3

આરોપી ગેરકાયદે રીતે લોકોને કફ સીરપ આપતો હતો અને નશા માટે આપતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આરોપી કફ સિરપ ક્યાથી લાવતો અને કોને કોને વેચાણ કરતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના સાથીદારો કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *