અમદાવાદમાં 12 કલાકમાં 3 અકસ્માત, 2નાં મોત 2ને ઈજા

અક્સ્માત

અમદાવાદ દાણીલીમડામાં યુવકને ટ્રકે ઉડાવ્યો; અખબારનગર પાસે વૃદ્ધ ચગદાયા; 7 મહિનામાં 230થી વધુ લોકોનાં મોત

અમદાવાદમાં છેલ્લા 12 કલાકની અંદર જ અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં દાણીલીમડામાં ચાલીને જતાં યુવકને ટ્રકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. તો અખબાર નગર પાસે એક્ટિવા લઈને જતાં વૃદ્ધને પાછળથી આવતા ટ્રકે ટક્કર મારતા વૃદ્ધ બે ભારે વાહનો વચ્ચે ચગદાઈ ગયા હતાં. આ ઉપરાંત મોટેરા વિસ્તારમાં ટ્રકે અકસ્માત સર્જતા બે યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 7 મહિનામાં અકસ્માતમાં 230થી વધુ લોકોના મોત થયાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *