
World No Tobacco Day /વિશ્વમાં 80 લાખ લોકોનું મૃત્યુ તમાકુને કારણે થાય છે.
World No Tobacco Day : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવાનો હેતુ તમાકુ, પાન મસાલા અને ગુટખાના સેવનથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા ઉજવાય છે.
World No Tobacco Day : વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે. તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થઇ છે. તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનં સેવન ન કરવાથી અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીયે વિશ્વ તમાકુ નિષેધ દિવસનો ઇતિહાસ, મહત્વ અને 2024ની થીમ વિશે
World No Tobacco Day : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઇતિહાસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ 36 વર્ષથી ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. કારણ કે તે દરમિયાન તમાકુથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા. આથીસૌ પ્રથમવાર 7 એપ્રિલ, 1988માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો. WHOએ 31 મે, 1988ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને આ તારીખે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
World No Tobacco Day : વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2024ની થીમ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે અલગ અલગ ખાસ થીમ મુજબ ઉજવાય છે. 2024 માટે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ પણ ખાસ છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2024ની થીમ Protecting Children From Tobacco Industry Interference એટલે કે બાળકોને તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બચાવવાનો છે. 2023ના વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ વી નીડ ફૂડ નોટ ટોબેકો હતી.
World No Tobacco Day : સેકન્ડ હેન્ડ સ્મોકિંગની અસર બાળકો-મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર પડે છે
વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ ભારતમાં મૃત્યુ અને બીમારીના પ્રમુખ કારણો પૈકી તમાકુનું કારણ મુખ્ય છે. વિશ્વમાં 80 લાખ લોકોનું મૃત્યુ તમાકુને કારણે થાય છે. તમાકુના દરેક પ્રકારો હાનિકારક છે. લોકો આ બાબત જાણે છે, છોડવા ઈચ્છે છે પણ છોડી શકતા નથી. તમાકુની આદત કાઉન્સેલિંગથી દૂર કરી શકાય છે, એમ મનોચિકિત્સકોએ જણાવ્યું હતું.