
Voice AI System અમદાવાદ રથયાત્રા માટે ક્રાઈમ બ્રાન્ચની અનોખી પહેલ: 4500 પોલીસકર્મીઓ માટે શરૂ કરી Voice AI સિસ્ટમ
Voice AI System અમદાવાદમાં આગામી 16 જુલાઈએ યોજાનારી 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાના બંદોબસ્ત માટે રાજ્યભરમાંથી હજારો પોલીસ અધિકારીઓ અને જવાનો અમદાવાદ પહોંચશે. આવા વિશાળ બંદોબસ્ત દરમિયાન પોલીસકર્મીઓને તેમની ફરજ, રહેવા-જમવાની વ્યવસ્થા અને અધિકારીઓની માહિતી પહોંચાડવી ક્રાઈમ બ્રાન્ચ માટે મોટો પડકાર બની રહેતો હતો.
Voice AI System આ પડકારનો ઉકેલ લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અદ્યતન Voice AI System વિકસાવી છે. આ નવીન સિસ્ટમ દ્વારા રથયાત્રામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને માત્ર એક ફોન કોલથી તેમની તમામ જરૂરી માહિતી મળી જશે.
ક્રાઈમ બ્રાન્ચના PSI દિલીપ ઠાકોરના જણાવ્યા મુજબ, બહારના જિલ્લાઓમાંથી આવતા હજારો પોલીસકર્મીઓને તેમની ડ્યુટી, રહેઠાણ, જમવાની વ્યવસ્થા અને રિપોર્ટિંગ અધિકારીઓ અંગે વ્યક્તિગત માહિતી આપવી મુશ્કેલ બનતી હતી. સતત ફોન કોલ્સ અને માહિતી આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે AI આધારિત સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
Voice AI System આ સિસ્ટમમાં દરેક પોલીસકર્મીનું નામ, મોબાઇલ નંબર, ફરજનું સ્થળ, રહેવા-જમવાની વ્યવસ્થા અને સંબંધિત અધિકારીઓની માહિતી અપલોડ કરવામાં આવી છે. જ્યારે કોઈ પોલીસકર્મી નોંધાયેલા મોબાઇલ નંબર પરથી સિસ્ટમને ફોન કરશે ત્યારે AI તેને નામથી આવકારી તેની જરૂરિયાત મુજબની માહિતી તરત જ આપશે.
Voice AI System ખાસ વાત એ છે કે અંદાજે 4500થી વધુ પોલીસકર્મીઓનો ડેટા માત્ર દોઢ કલાકમાં સિસ્ટમમાં અપલોડ અને ટ્રેન કરી શકાય છે. ચેટજીપીટી જેવા કસ્ટમાઇઝ્ડ અલ્ગોરિધમ પર આધારિત આ Voice AI મોડલને પોલીસ વિભાગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
સિસ્ટમનો ટ્રાયલ અને ડેમો પણ સફળ રહ્યો છે. ફોન કોલની શરૂઆત “જય જગન્નાથ”ના સંબોધન સાથે થાય છે અને ત્યારબાદ પોલીસકર્મીને તેની ડ્યુટી, રિપોર્ટિંગ ઓફિસર અને અન્ય જરૂરી વિગતો વોઈસ મારફતે સચોટ રીતે આપવામાં આવે છે.
Voice AI System : ક્રાઈમ બ્રાન્ચનું માનવું છે કે આ ટેક્નોલોજીના ઉપયોગથી રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્તનું મેનેજમેન્ટ વધુ સરળ, ઝડપી અને અસરકારક બનશે તેમજ હજારો પોલીસકર્મીઓને માહિતી મેળવવામાં સરળતા રહેશે.
