
VHP MANDVI
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માંડવી નગર દ્વારા “કુમતિ નિવાર સુમતિ કે સંગી” હનુમાન ચાલીસા સમૂહ પાઠ કરવા માં આવ્યો
બંદરીય શહેર માંડવી મધ્યે સનાતન નું ગૌરવ એવા સમગ્ર વિશ્વ માં હિન્દુ સંસ્કૃતિ , ધર્મ અને પરંપરાઓ નું જતન કરતી તેમજ હિન્દુ સમુદાય પર અસામાજિક તત્ત્વો દ્વારા થઈ રહેલા હિંસાઓ અને આક્રમણો સામે પડકાર આપતી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માંડવી નગર દ્વારા “કુમતિ નિવાર સુમતિ કે સંગી” હનુમાન ચાલીસા સમૂહ પાઠ એવમ શ્રી રામ ભગવાન આરતી નું આયોજન કરવા માં આવ્યો.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કચ્છ વિભાગ મંત્રી ડો. કૃષ્ણકાંત પંડ્યા , વિભાગ સહમંત્રી મહાદેવભાઈ વિરા , પશ્ચિમ કચ્છ જિલ્લા સહમંત્રી જયેન્દ્રભાઈ ભાટિયા, સહમંત્રી મિતેશ ભાઈ ગેરૈયા નાં માર્ગદર્શન હેઠળ માંડવી નગરે સમૂહ હનુમાન ચાલીસા તેમજ વારંવાર હિન્દુ ધર્મ પર થયેલા આક્રમણો સામે પડકાર આપવા મંત્ર ઊર્જાશક્તિ પ્રદર્શન કરવા માં આવ્યું . વર્તમાન માં કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI સાથે સરખાવી અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને તે દ્વેષી છે.

રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ તથા મહારાષ્ટ્ર ના કોંગ્રેસના કેટલાક નેતાઓ અને બિહારમાં જનતા દળ (યુ) જેવા અન્ય પક્ષોના નેતાઓ પ્રતિબંધની હાકલ કરી રહ્યા છે.
બજરંગ દળ તેના શિસ્તબદ્ધ. સંગઠનાત્મક સ્વભાવ માટે જાણીતું છે, તેથી તેના વિરોધ સ્વરૂપ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માંડવી નગર “કુમતિ નિવાર સુમિત કે સંગી”દ્વારા સામૂહિક શ્રી હનુમાન ચાલીસા નો પાઠ એવમ શ્રી રામ ભગવાન આરતી નું આયોજન કરવા માં આવ્યો.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) માંડવી નગર કાર્યકારી અધ્યક્ષ અજયભાઈ આસોડીયા અને ઉપાધ્યક્ષ હેમાંગભાઈ કાનાણી દ્વારા હનુમાનજી નાં ચરણો મા અખંડ ભારત માટે પ્રાથના કરવા માં આવી . હિન્દુઓ નાં સંગઠન અને સંસ્કૃતિ માટે યુવા વર્ગ ને બજરંગ દળ માં જોડવા માટે યોજના ઘડવા માં આવી.
આ કાર્યક્રમ માં પ્રચાર પ્રસાર મંત્રી ધૈર્યભાઈ કાનાણી અને માંડવી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સત્સંગ પ્રમુખ નિર્મલકુમાર આસોડિયા કાર્યક્રમ ને સફળ બનાવવા સક્રિય ફાળો આપ્યો હતો.