
માંડવી તાલુકાના મોઢવા ગામ ના દરીયાકિનારે રક્ષિત પ્રજાતિના કાચબાઓનું અકુદરતી રીતે મરણ
રેન્જ ફોરેસ્ટ ઑફીસ માંડવી ની કચેરીએ માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ભાઈ ગઢવી દ્વારા રજુવત કરાઈ
માંડવી તાલુકા ના મોઠવા ગામ ના દરીયા કિનારે ૫ થી ૬ કાચબાઓના અકુદરતી રીતે મોત થયેલા છે. જે એક ગંભીર બાબત છે.

થોડા દિવસો પહેલા જ કંપનીના કેમીકલયુકત ગરમ પાણીના લીધે લાખો માછલીઓ ના મોત થયા હતા.
કંપની દ્વારા છોડવામાં આવેલ કેમીકલ તથા ગરમ પાણીના લીધે કાચબાઓનું મોત થયું હોવાનું સ્થાનિક માછીમારો એ જાણવું હતું.
સરકાર દરિયાઈ જીવસૃષ્ટિ માટે કરોડો રૂપીયા નુ ખર્ચ કરતી હોય છે. ત્યારે અમુલ્ય જીવસૃષ્ટિ નોં નાશ થઈ રહ્યો છે
કાચબાઓ ની લાંબી આયુષ્ય હોય છે. કાચબાઓ અમુલ્ય જીવસૃષ્ટિ મા જેનું સ્થાન છે તેનું પુરેપુરૂ રક્ષણ કરવામા આવે કારણકે આ કાચબાઓ અમુક જગ્યાએ પોતાના ઈંડા મુકતા હોય છે અને આ ઈંડાનુ પણ પ્રદુષણ ના લીધે નાશ થઈ રહયો છે.

સામુહિક રીતે જે કાયાઓનું મરણ થયેલ છે તેની તપાસ કરી તેમનું પોષ્ટમોર્ટમ કરવામા આવે તેવી માંગ સાથે રેન્જ ફોરેસ્ટ ઑફીસ માંડવી ની કચેરીએ માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ભાઈ ગઢવી એ રજુવાત કરી હતી
જે આ બાબતે યોગ્ય કરવામાં ચુક થશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.
આ તકે તાલુકા વિપક્ષી નેતા અરવિંદ સિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા