Today’s history November 15 : ગુજરાતમાં બાળસાહિત્ય સમ્રાટ ગિજુભાઈ બધેકા જન્મ જયંતિ

Today’s history November 15 : બાળકોની મુછીવાળી માં ગિજુ ભાઈ બધેકા

Today's history  November 15
Today’s history November 15

Today’s history November 15 : બધેકા ગિજુભાઈ ભગવાનજી (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯) : બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મૅટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. 

Today’s history November 15 : ગુજરાતમાં બાળસાહિત્ય સમ્રાટ ગિજુભાઈ બધેકા જન્મ જયંતિ

Today’s history November 15 : ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

Today's history  November 15 :
Today’s history November 15 :

Today’s history November 15 : ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.

‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.

બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા, પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે.

Today’s history November 15

‘બાળસાહિત્યગુચ્છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.

બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજની મોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨), ‘શાંત પળોમાં’ (૧૯૩૪) વગેરે એમનું ચિંતનસાહિત્ય છે.

Today’s history November 15 : જળ-જંગલ અને જમીન માટે સંઘર્ષ કરનાર આદિવાસી વીર પુરુષ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી

Today’s history November 15 : એવું કહેવાય છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમના હાથમાં બાઈબલ હતી અને આપણા હાથમાં જમીન. પરંતું એ ગયા ત્યારે આપણા હાથમાં બાઈબલ રહી ગઈ અને એમના હાથમાં જમીન. આ એક જ વાક્યમાં અંગ્રેજોના ષડયંત્રની સમગ્ર કહાની બયાન થઈ જાય છે. એ લોકો ભારત લૂંટવા આવ્યા હતા અને એ માટે એમણે ધર્માંતરણનો પણ મોટા પાયે ઉપયોગ કર્યો હતો. એમણે ક્યાંક સેવા અને માનવતાના નામે ધર્માંતરણ કર્યું, ક્યાંક લોભ અને લાલચ આપીને તો ક્યાંક અત્યાચારો કરીને.

Today’s history November 15 : મોટાભાગે ગરીબ, લાચાર અને અશિક્ષત લોકો જ ધર્માંતરણનો શિકાર બનતા હતા એ વાત અંગ્રેજોના ધ્યાને આવી જતાં તેમણે ખાસ કરીને અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વધારે જોર આપ્યું.

Today’s history November 15 : ૧૮૯૦-૯૨ના કાલખંડમાં રાંચી-ઝારખંડના વિસ્તારોમાં રહેતા મુંડા આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ થયું. અંગ્રેજોએ એમના પર અમાનુષી અત્યાચારો ગુજાર્યા, મિશનરીઓએ લોભ-લાલચ આપીને પોતાના તરફ આકષ્ર્યા, જમીનદારો અને શાહૂકારોએ જમીનો પડાવી લીધી અને અંગ્રેજ સરકાર સાથે મળીને એમના પર અત્યાચાર કરવામાં કંઈ બાકી ના રાખ્યું.

ભારત ભૂમિની એ ખાસિયત રહી છે કે જ્યારે જ્યારે અંધકાર વધી જાય ત્યારે ઉજાસ પથરાય જ છે. આ ધરતી પર જ્યારે જ્યારે આતંકીઓએ તાંડવ મચાવ્યુ છે ત્યારે ત્યારે એને નાથવા માટે કોઈ ને કોઈ વીર પુરુષનો જન્મ થયો જ છે. જમીનદારો, અંગ્રેજો અને મિશનરીઓના ભયંકર અત્યાચારોનો જડબાતોડ જવાબ આપવા રાંચીની એ ભૂમિ પર પણ એક વીરનો જન્મ થયો. વર્તમાન ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ઉલિહાતુ ગામમાં રહેતા સુગના મુંડા અને કરમી મુંડાના ઘરે ૧૫મી નવેમ્બર-૧૮૭૫ના દિવસે એક દિવ્ય બાળકનો જન્મ થયો અને એ દિવસથી અંગ્રેજોના બુરા દિન શરૂ થઈ ગયા. એ બાળકનું નામ રાખવામાં આવ્યું બિરસા.

બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો….!!

ઘનઘોર જંગલમાં પ્રકૃતિની ગોદમાં ઉછરતા બિરસાએ બાળપણથી જ લાચારી, ગરીબી અને અત્યાચારો જોયા. નાની ઉંમરમાં એને સમજણ પડવા લાગી હતી કે આ અત્યાચારો કોણ ગુજારે છે અને શા માટે. પણ કાળ કોને કહ્યો, એક સમય જ એવો આવ્યો કે બિરસાના માતા-પિતા અને ખુદ બિરસાએ પણ પોતાનો સ્વધર્મ છોડીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો.

કહાની અહીંથી જ શરૂ થાય છે. આજે બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે પુજાય છે. ધરતી આબા એટલે કે ‘જગત પિતા’ તરીકે એક એક આદિવાસી એમને માન આપે છે.

પછી શરૂ થાય છે ‘ઉલગુલાન’…….

ખુદ ઈસાઈ બની જનાર આ બિરસા મુંડાના જીવનમાં એવા પરિવર્તનો આવે છે કે સાંભળીને આપણા રૂંવાડા ઉભા થઈ જાય. તેઓ એક સમયે વૈદ્ય તરીકે પણ પ્રખ્યાત થાય છે અને ચમત્કારી સંત તરીકે પણ તેમનો બોલબાલા થાય છે. પણ એમનું સપનું હોય છે ગરીબ, લાચાર, અભણ આદિવાસીઓને પાખંડીઓના શકંજામાંથી છોડાવવાનું અને એમની જમીન પાછી અપાવવાનું. એક સમય એવો આવે છે કે તેઓ સમગ્ર અંગ્રેજ સરકાર સામે પડકાર બનીને ઉભા રહે છે. રાંચી અને આસપાસના ગામના લોકોને જાગ્રૃત કરીને ઈસાઈમાંથી પાછા સ્વધર્મમાં પરત લાવે છે. બંદૂકોથી સજ્જ હજ્જારોની સેના સામે બિરસા તીર-કામઠા જેવા પરંપરાગત હથિયારો લઈને પડે છે અને એમના પગ તળેથી જમીન સેરવી લે છે.

હજ્જારો મુંડા આદિવાસીઓ એમના કારણે હિંમત જુટાવી શકે છે અને લડવા માટે તૈયાર થાય છે. પછી શરૂ થાય છે ‘ઉલગુલાન’…. ઉલગુલાન એટલે જળ-જંગલ અને જમીન પર દાવેદારીનો સંઘર્ષ. એ સંઘર્ષની કહાની વીરતા ભરેલી તો છે જ પણ સાથે સાથે વેદનાની ટીસ પણ એમાં છે. તેમણે આદિવાસીઓને હક માટે નીડરતા પૂર્વક લડતા શીખવ્યુ અને ‘અબુઆ દિશુમ…. અબુઆ રાજ…’ અર્થાત ‘આપણો જ દેશ અને આપણું જ રાજ’નો નારો આપ્યો.

બિરસા મુંડા ભારતના આદિવાસી સ્વતંત્રતા સેનાની અને લોકનાયક છે. માત્ર ૨૫ વર્ષની વયે આદિવાસીઓના હકો માટે લડતા લડતા શહીદ થનારા આ વીર પુરુષ ભારતનું ગૌરવ છે. તેમણે આટલી નાની ઉંમરમાં જે ખ્યાતીઓ અને વીરતા પ્રાપ્ત કરી હતી એ અજોડ હતી. એમણે ભારત વર્ષની આઝાદીના ઈતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે જેના માટે આપણો ઈતિહાસ સદૈવ એમનો ઋણી રહેશે.

Today’s history November 15 : બિરસાની વીરતા અને દિવ્યજીવનના આખે આખા ઈતિહાસને આ પુસ્તકમાં સાંકળવાનો પ્રયત્ન થયો છે. આ પુસ્તક નવલકથા રૂપે લખાવામાં આવ્યું છે. અનેક પુસ્તકોના સંદર્ભ દ્વારા આનું સર્જન થયું છે. ક્યાંક તેમના જન્મ સ્થળ વગેરે બાબતે બે ભિન્ન મતો પ્રવર્તતા જોવા મળે છે પરંતું વધારે ઓથેન્ટિક હોય તે ઈતિહાસનો આ પુસ્તકમાં સમાવશે કર્યો છે.

ભગવાન બિરસાના મૃત્યુને આજે એકસોને એકવીસ વર્ષ વીતી ગયા છે. આજે ય તેઓ ભગવાન જેમ પુજાય છે. બિરસા મુંડાની સમાધી રાંચીમાં કોકર પાસે ડિસ્ટિલરી પુલ પાસે સ્થિત છે. ત્યાં તેમની વિશાળ પ્રતિમા પણ બનાવવામાં આવી છે. આ પવિત્ર સ્થાને હજ્જારો લોકો માથુ ટેકવે છે. બિરસાના માનમાં રાંચીમાં જ બિરસા મુંડા કેન્દ્રીય કારાગાર તથા બિરસા મુંડા એરપોર્ટ પણ બનાવવામાં આવ્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *