૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં શરુ થશે રસીકરણ કાર્યક્રમ

16 મી જાન્યુઆરીથી દેશભરમાં વેક્સીનેસન કોરોના વેક્સીનેસનને આરોગ્ય મંત્રાલયની લીલીઝંડી
ગુજરાતમાં પણ થશે રસીકરણનો પ્રારંભ. કોરોના કાળ વચ્ચે મહત્વના સમાચાર આવી ગયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના રસીકરણ અભિયાન શરુ કરવા માટે લીલીઝંડી શનિવારે આપી દીધી હતી. આગામી ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ એક સાથે શરુ કરવામાં આવશે. ગુજરાતમાં પણ ૧૬ જાન્યુઆરીથી જ રસીકરણ અભિયાન શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સ્થિતિ અને રસીકરણની તૈયારીઓ સંદર્ભે શનિવારે એક ઉંચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.તેની સાથે જ કેન્દ્ર સરકારે દેશમાં કોરોના રસીકરણ શરુ કરવાની તારીખ જાહેરાત કરવામાં આવી હતી. દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરુ કરવામાં આવશે.લોહડી,ઉત્તરાયણ ,પોંગલ ,માધ બિહુ જેવા તહેવારોને જોતા ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ તમામ તહેવાર ૧૫ જાન્યુઆરી સુધીમાં સંપન્ન થઇ જશે.સૌથી પહેલા અંદાજે ૩ કરોડ હેલ્થકેર અને ફ્રન્ટ લાઈન વર્કરોને રસી આપવામાં આવશે.ત્યારબાદ ૫૦ વર્ષથી વધુ ઉમરના લોકો અને તેનાથી નાની વયના અન્ય બીમારી ગ્રસ્ત લોકોને રસી આપવામાં આવશે.આ લોકોની સંખ્યા ૨૭ કરોડ છે.
વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ ની તૈયારીઓ અને કોરોના સ્થિતિની સમીક્ષા માટે શનિવારે એક ઉંચ્ચ સ્તરીય બેઠકની સમીક્ષા કરી હતી.બેઠકમાં કેબીનેટ સેક્રેટરી ,વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી,આરોગ્ય સચિવ અને અન્ય ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.ભારતમાં બનેલી બે કોરોના રસીનો મર્યાદિત ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવેલી છે.
ભારતમાં કોરોના રસીકરણના પૂર્વાભ્યાસ માટે અત્યાર સુધી બે વખત ડ્રાય રન યોજવામાં આવ્યું હતું.બીજી ડ્રાય રન એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે જ યોજવામાં આવી હતી.કોરોના રસીકરણના ડ્રાય રન દરમિયાન અનેક રાજ્યોમાં જે ફરિયાદો આવી હતી તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.ડ્રાય રન પહેલા જ અમુક રાજ્યોએ સોફ્ટવેયર કનેક્ટિવિટી અને બ્રોડબેન્ડ સંબંધિત સમસ્યાઓઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણ માટે પ્રથમ ડ્રાય રન ૨૮-૨૯ ડીસેમ્બરના રોજ ૮ જીલ્લામાં કરાઈ હતી.જયારે પહેલી દેશ વ્યાપી ડ્રાય રન ૨ જાન્યુઆરીના રોજ ૭૪ જીલ્લામાં યોજાઈ હતી.ડ્રાય રન થકી રસીકરણ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોવીડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્કનું (કોવીન ) પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.કોવીન મારફતે જ જેને રસી આપવાની છે તેનું રજીસ્ટ્રેશન કરાશે અને રીયલ ટાઈમમાં આ લોકોનું ટ્રેકિંગ કરી શકાશે.
શુક્રવારે ઉત્તરપ્રદેશ અને હરિયાણાને બાદ કરતા દેશના તમામ ૩૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોરના રસીકરણની બીજી ડ્રાય રન યોજાઈ હતી.જેમાં કુલ ૭૩૬ જિલ્લાઓમાં ત્રણ તબક્કામાં ડ્રાય રન યોજાઈ હતી.ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં પહેલાથી જ ડ્રાય રન યોજાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *