IPL 2023 Final : ગુજરાત ટાઇટન્સ પર ગુજરાતી ભારે પડ્યો, છેલ્લા બોલે રવીન્દ્ર જાડેજા એ ચેન્નાઇ સુપર કિંગ ને જીત અપાવી

IPL 2023 Final

IPL 2023 Final : ચેન્નાઈ સુપરકિંગ્સે પાંચમી વખત જીત્યો IPLનો ખિતાબ, 5 વિકેટે મેળવી જીત

IPL 2023 Final : IPL 2023 મા એક પછી એક રોમાંચક મેચો બાદ આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે બળાબળના પરખા થયા હતા. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સએ જીત હાંસલ કરી ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો.ચેન્નાઈ સુપરકિંગ્સની પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડના રૂપમાં ખડી હતી.

CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.

રોહિતે તેની કેપ્ટનશિપમાં પાંચ વખત મુંબઈને વિજેતા બનાવ્યું છે. હવે ધોનીએ પણ ચેન્નાઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ આ પહેલા 2010, 2011, 2018 અને 2021માં ટાઈટલ જીત્યું હતું.

જેમાં ઋતુરાજ 26(16) બનાવી આઉટ થયો હતો. બાદમાં ચેનનાઈનીં ટીમ પુરી ખીલી હતી. જેમાં અંબાતી રાયડુએ મેચમાં જીવ પુરી દીધા હતા.IPL 2023 Final : આઇપીએલ 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ છે. ફાઇનલમાં કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 214 રન કર્યાં હતા જેમાં સૌથી વધારે સાંઈ સુદર્શને 96 રન કર્યાં હતા. 215 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ ઓવરમા જ વરસાદ આવી જતા મેચ રોકી દેવાની નોબત આવી હતી. બાદમાં 12: 10 વાગ્યે મેચ શરૂ થઈ હતી. અગાઉ ગુજરાતે પહેલા 215 રનનો ટાર્ગેટ હતો.

જોકે વરસાદને કારણે મેચ રોકવામાં આવતા મેચ 12:10 પર ફરી શરૂ થયો હતો. જે 15 ઓવરનો કરાયો હતો. જેમાં ચેન્નાઈને 171 રનો ટાર્ગેટ મળ્યો હતો.

IPL 2023 Final : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2023માં કુલ 46.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતાઓને 15 લાખ રૂપિયા અને ટુર્નામેન્ટના ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે. આ સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરને ઈનામ તરીકે 12 લાખ રૂપિયા આપવામાં આવશે.

IPL 2023 Final : ગુજરાતની ટીમના 11 ખેલાડીઓરિદ્ધિમાન સાહા (વિ.કી.), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડયા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, મોહમ્મદ શમી

ચેન્નાઈ સુપર કિંગ્સના 11 ખેલાડીઓઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર), દીપક ચહર, મથિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષાના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *