
રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત
મળતી માહિતી અનુસાર, રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. હાલ તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇને રૂપિયા 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા.