૧૯ લાખનું નુકશાન કરી એકાબીજને મદદ કરી ગુન્હો કર્યા બાબતેની ફરીયાદ નોંધાઈ

પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની સાથે ૧૯ લાખની છેતરપીંડીના આરોપીઓ શરતી જામીનમુકત બન્યા છે. ફરીયાદી-જીવાભાઇ જયાભાઇ પોપાણીયા, રહે. જામનગરવાળાએ પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ કે આરોપીઓ બીજલ કમાભાઇ કરમટા, રહે. બીલડી, તા. કુતિયાણા તથા હરપાલસિંહ ભાઇ રાઠોડ, રહે. જામખંભાળીયા તથા રઘુવિરસિંહ રામદેવસિંહ ગોહેલ, રહે. જામખંભાળીયા તથા રઘુવિરસિંહ રામદેવસિંહ ગોહેલ, રહે . જામખંભાળીયાવાળાએ ફરીયાદીના ટ્રાન્સપોર્ટ મારફત પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ કું. લી. માં મોકલવામાં આવેલ પેટકોક(કોલસો)માં ભેળસેળ કરી કંપની સાથે છેતરપીંડી અને ગુન્હાહિત વિશ્વાસઘાત કરી કંપનીને આશરે રૂા. ૧૯ લાખનું નુકશાન કરી એકાબીજને મદદગારી કરી ગુન્હો કર્યા બાબતેની ફરીયાદ આપતા પોલીસે ફરીયાદીની કરીયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરેલા અને ત્યારબાદ આરોપીઓની ધોરણસર અટક કરી અદાલતમાં રજૂ કરી આરોપીઓને વધુ પૂછપરછ અર્થે રીમાન્ડ મળવાની માંગણી કરતા અદાલતે આરોપીઓને દિવસ-૧ના પોલીસ રીમાન્ડ મંજુર રાખેલ અને ત્યારબાદ રીમાન્ડ પૂર્ણ થતાં ફરીથી આરોપીઓને અદાલતમાં રજૂ રાખવામાં આવતા આરોપીઓએ પોતાના વકીલ મારફત અદાલતમાં જામીન મુકત થવાની અરજી રજૂ શખેલ.

જેમાં સરકારપક્ષે વિગતવાર દલીલો રજૂ રાખી આરોપીઓની જામીન મુકત થવાની માંગણી નામંજૂર કોર્ટ થવા કો સમસ અરજ ગુજારેલ.ત્યારબાદ અરજદાર, આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલ કે ખરેખર અરજદાર, આરોપીઓ નિર્દોષ હોય અને મૂળ ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જે આક્ષેપો અરજદાર, આરોપી સામે કરેલ છે તે મુજબનું કોઇ જ કૃત્ય અસ્જદાર, આરોપીઓએ આચરેલ ન હોય અને ખરી હકીકતે એફ.આઇ.આર. જોવામાં આવે તો હાલનો ગુન્હો જયારે બનેલાનું જણાવે છે અને તે ગુન્હાની કરીયાદ ત્રણમાસ મોડી ફરીયાદ કરવામાં આવેલ છે અને સમગ્ર એફ.આઇ.આર.માં કરીયાદ મોડી કરવા પાછળનું કોઇ જ કારણ જણાવવામાં આવેલ નથી. તેમજરીયાદ મુજબ મૂળ ક્રીયાદીએ સૌરાષ્ટ્ર કેમિકલ્સ કે લીને અમો કું. આરોપીઓએ રૂ. ૧૬ લાખની છેતરપીંડી, ગુન્હાહિત વિશ્વાસઘાત કરેલાનો આક્ષેપ કરવામાં આવેલ છે.

પરંતુ જો ખરેખર અમો આરોપીઓએ અોની સામે કરવામાં આવેલ આક્ષેપો મુજબનું કોઇ જ કૃત્ય આચરેલ હોત તો ચોક્કસપણે સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફો. લી દ્વારા અમોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોત પરંતુ ખરેખર તેવું કાંઇ બનેલ નથી. ખરી હકીકતે મૂળ ફરીયાદી પાર્શ્વ એન્ડ કું. ના નામથી ટ્રાન્સપોર્ટ ચલાવે છે અને તેઓના ભાડાના નીકળતા પૈસા સૌરાષ્ટ્ર કેમિકલ્સ લી. કહ્યું. એ ન આપતા અને એ રીતે તેઓનું રૂા. ૧૯ લાખનું પેમેન્ટ સ્ટોપ થયેલ હોય જેથી તે બાબતે તેઓએ કોઇપણ કારણોસર અમો આરોપીઓની સામે હાલની ખોટી કરીયાદ નોંધાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *