દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન ગુજરાતના પ્રવાસે 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક રાષ્ટ્રીય નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. હજુ થોડાક દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે.

દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે તે જોતા આજે ઘણી સંખ્યામાં લોકો સભા સ્થળે જોવા મળ્યા હતા.અરવિંદ કેજરીવાલે પોતના સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે ગુજરાતમાંથી ભ્રસ્ટાચારને દૂર કરવું જોઈએ. ગુજરાતના મંત્રીઓએ ગુજરાતને લૂંટી લીધું છે અને ભ્રષ્ટચાર કરીને સંપત્તિ બનાવી લીધી છે. ગુજરાતના લોકો એટલો બધો ટેક્ષ આપી રહ્યા છે તો આ બધા ટેક્ષના પૈસા ક્યાં જઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સરકાર છે તેમ છતાં સારા રસ્તા, સારી સ્કૂલ અને આરોગ્યની સુવિધા નથી આપવામાં આવી નથી.અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે અઢી લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે. ભાજપ સરકારે કોઈ કાર્ય કર્યું નથી.  ગુજરાતમાં નેતાઓ સંપત્તિ બનાવવામાં જ રસ છે.

ગુજરાતના દાહોદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર રચવા જઈ રહી છે. આ હું નથી બોલી રહ્યો પણ IBનો રિપોર્ટ બોલી રહ્યો છે.  અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી બે ત્રણ નહીં પણ 30-40 સીટથી જીત રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લાડવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *