
ગુજરાત-કેન્દ્રના મંત્રીઓ અરવિંદ કેજરીવાલને કાળો નાગ ઠગ અને આતંકવાદી કહે છે.. તમે શું કર્યું એ પોતે નથી કહેતા ગુજરાતની જનતા આ વાતનો જવાબ માંગે છે તેમ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું. ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના તમામ મંત્રીઓ અને કેન્દ્રના તમામ મંત્રીઓએ અરવિંદ કેજરીવાલને કાળો નાગો કહે છે. કોઈ ઠગ કહે છે અને કોઈ આતંકવાદી કહે છે. પરંતુ પોતે શું કામ કર્યું તે નથી કહેતા. ગુજરાતનું શું ભલું કર્યું તે નથી કહેતા. જેથી જ્યાં ભાષણ કરે ત્યાં કેજરીવાલ વિશે જેમ ફાવે તેમ બોલે છે. પોતે તેમના કામો નથી કહેતા તેમ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી આપ પાર્ટી અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા વડૉર, ટ્વીટર વૉર થઈ રહ્યું છે આ ઉપરાંત અન્ય નિવેદનબાજી પણ નેતાઓ વચ્ચે થઈ રહી છે. ત્યારે ખાસ કરીને વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ત્યારે ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ ગોપાલ ઈટાલિયાએ પણ આ નિવેદન આપ્યું હતું.

ઉપરાંત ભાજપના નેતાએ કમાનું નામ લઈ રાહુલ ગાંધી અંગે નિવેદન કરતાં વિવાદ પણ થયો છે ત્યારે આ મામલે ગોપલ ઈટાલિયા આપ નેતાને સવાલ કરાયો હતો. જ્યાં તેમણે કહ્યું કે, કમો એ ભગવાનનું માણસ છે, નિર્દોષ, નિખાલસ અને સહજ સ્વભાવનો ઈશ્વરનું સંતાન ભોળો માણસ છે. ભાજપવાળાએ સિધો અને ભોળો માણસ ગણ્યો છે. કોઈના પ્રત્યે દ્વેષ અને ઈર્ષ્યા નથી તો એ સિધા માણસ સાથે સરખામણી કરી હશે તો એ સારી વાત છે.