PM Modi Vadodara Road Show : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો: હજારોની સંખ્યામાં લોકોએ કર્યું ફૂલોથી સ્વાગત

PM Modi Vadodara Road Show : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો: હજારોની સંખ્યામાં લોકોએ કર્યું ફૂલોથી સ્વાગત

PM Modi Vadodara Road Show
PM Modi Vadodara Road Show

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચી ગયા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા.

PM Modi Vadodara Road Show : ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા.

PM Modi Vadodara Road Show
PM Modi Vadodara Road Show

PM Modi Vadodara Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન દાહોદ, ભૂજ અને ગાંધીનગરમાં 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 26 મેના રોજ, વડાપ્રધાન ભુજમાં 53,414 કરોડ રૂપિયાના 33 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આજે જ, પીએમ મોદી દાહોદમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ 24,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે.

PM Modi Vadodara Road Show : વડોદરામાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી દાહોદ જવા રવાના થશે. દાહોદથી ભુજ અને પછી અમદાવાદ આવશે અને ત્યાર બાદ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આજના દિવસ દરમિયાન તેઓ 4 શહેરમાં 3 રોડ શો અને 2 જાહેરસભા યોજશે. ત્યારે અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદી એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી રોડ શો કરવાના છે. આને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પણ લોકોને અડચણ ના પડે તે માટે અગાઉથી જ માર્ગદર્શિકા જાહેર કરી લોકોને અવગત કર્યા છે.

અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો

PM Modi Vadodara Road Show : વડાપ્રધાન મોદી સાંજે અમદાવાદ આવશે અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કરશે. આ રોડ શો માટે એરપોર્ટ ગુજસેલ પાસેથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી 19 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ ઉપર દરેક જગ્યાએ તિરંગા લગાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ પર અંદાજિત 50,000 જેટલા લોકો રહેશે ઉપસ્થિત રહેશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *