જન્મદિવસ સ્પેશિયલ : સ્ટીફન હોકિંગ ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક નો જન્મદિવસ

સ્ટીફન હોકિંગ (૮ જાન્યુઆરી ૧૯૪૨ – ૧૪ માર્ચ ૨૦૧૮) ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. ૧૯૭૯ અને ૨૦૦૯ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લુકાસિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ રહ્યા હતા.
14મી માર્ચ 2018ના દિવસે વિશ્વના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અનુસાર કેમ્બ્રિજ ખાતેના તેમના ઘરે અવસાન થયું હતું.

વર્તમાન સમયના શ્રેષ્ઠ ભૌતિકશાસ્ત્રીઓમાં ટોચનું સ્થાન ધરાવનારા હૉકિંગનું અવસાન ઇતિહાસના ટોચના ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મ દિવસે થયું હતું. આ યોગાનુયોગ હોઈ શકે.

સ્ટીફન હૉકિંગે બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું હતું? સમયનું પરિમાણ બ્રહ્માંડને કેવી રીતે અસર કરે છે? ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં? જેવા ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત પ્રશ્નોની સમજૂતિ આપી હતી.

તેમણે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત અને બ્લેક હોલ વિશે કરેલાં સંશોધનો અને વિશ્વભરમાં લોકપ્રિય બનેલાં ‘બ્રીફ હિસ્ટરી ઑફ ટાઇમ’ જેવા વિજ્ઞાન વિષયક પુસ્તકો લખ્યાં હતાં.

માત્ર 22 વર્ષની ઉંમરે
પ્રો.હૉકિંગને ચેતાતંત્રને લગતી એક જૂજ બીમારી થઈ જેને કારણે ડૉક્ટર્સે તેમને જીવવા માટે અંત્યંત ઓછા વર્ષોનું જીવન હોવાનું જણાવ્યું હતું.

આ બીમારીને કારણે હૉકિંગ આજીવન વીલચેરને આધિન થઈ ગયા અને વૉઇસ સિન્થસાઇઝર નામના સાધન વિના ભાગ્યે જ બોલી શકતા હતા.

પ્રો.હૉકિંગ ક્વૉન્ટમ મિકેનિક્સ અને સાપેક્ષવાદના સંદર્ભમાં બ્રહ્માંડ વિશેની થિયરી રજૂ કરનારા પ્રથમ ભૌતિકશાસ્ત્રી હતા.
તેમણે એ શોધ્યું હતું કે બ્લેક હોલમાંથી ઊર્જાનું ઉત્સર્જન થાય છે. આ શોધ હૉકિંગ રેડિયેશન તરીકે જાણીતી છે.
સ્ટીફન હોકિંગ, એવા વૈજ્ઞાનિક જે બ્રહ્માંડના બધા રહસ્યો જાણી ગયા હતાં
ક્વાંટમ ફિઝિક્સ, બ્લેક હોલ, સ્પેસ અને બ્રહ્માંડ સાથે જોડાયેલ રહસ્યો જાણવા જેટલા રોચક હતાં તેટલા જ મુશ્કેલ પણ છે. પરંતુ એક વૈજ્ઞાનિક આવ્યો, ભયાનક શારિરીક બીમારીમાં સપડાયેલો અને વ્હીલચેર પર બેઠા બેઠા જ તેણે અંતરિક્ષ સાથે જોડાયેલા જુના સિદ્ધાંતોને ચેલેન્જ કર્યા હતાં. વિચારવા જેવી વાત છે કે આખી દુનિયાને ફિઝિક્સ સાથે જીવવાનું શીખવીને સ્ટીફન મોતથી હારીને પણ જીતી ગયા.

તેમણે આધુનિક વિજ્ઞાનના પોસ્ટર બોય માનવામાં આવતાં હતાં. તેની પાછળનું કારણ એ હતું તે તેઓ ઈચ્છતા હતાં કે વધારેમાં વધારે લોકો જાણી શકે કે ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીની દુનિયામાં શું નવું શોધાઈ રહ્યું છે.

પોતાની બીમારીથી ક્યારેય ન હારનાર આ વૈજ્ઞાનિકે એક સમિટમાં કહ્યું હતું કે, સારૂં થયું મારૂં શરીર બીમાર થઈ ગયું. આ બીમારી પહેલા હું જીવનથી ઘણો કંટાળી ગયો હતો. આ બીમારી પછી મને રોજ એક નવા પડકારનો સામનો કરવા મળ્યો.

14મી માર્ચ 2018ના દિવસે વિશ્વના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અનુસાર કેમ્બ્રિજ ખાતેના તેમના ઘરે અવસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *