‘PAN PAN PAN’ : દિલ્હીથી ગોવા જઈ રહેલી ફ્લાઇટના ઇમર્જન્સી લેન્ડિંગ પહેલાં એન્જિનમાં ટેક્નિકલ ખામી જણાતાં ઇન્ડિગોના પાઇલટે ATCને ‘PAN PAN PAN’ મેસેજ આપ્યો હતો.

દિલ્હીથી ગોવા જઈ રહેલા એક વિમાનનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. એન્જિનમાં ટેક્નિકલ ખામી જણાતાં વિમાનને મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ દરમિયાન પાઈલટે ATCને ‘PAN PAN PAN’ મેસેજ આપ્યો હતો.

ફ્લાઇટ ટ્રેકર્સના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટે દિલ્હીથી ગોવા માટે રાત્રે લગભગ 8 વાગ્યે ઉડાન ભરી હતી, જે તેના નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી હતી. ગોવા પહોંચતાં પહેલાં ફ્લાઇટને રાત્રે લગભગ 10 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
દિલ્હીથી ગોવા જઈ રહેલા વિમાને એન્જિનમાં ટેક્નિકલ ખામીને કારણે મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું.
ઉડાન દરમિયાન જ્યારે દિલ્હી-ગોવા ફ્લાઇટનું એક એન્જિન ફેલ થઈ ગયું ત્યારે પાઇલટે ‘PAN PAN PAN’ મેસેજ આપ્યો. આ કોલ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરે છે કે વિમાનમાં કોઈ સમસ્યા છે, જેનો પ્રાથમિકતા ધોરણે ઉકેલ લાવવાની જરૂર છે.
આ કોલ સૂચવે છે કે પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ હાલમાં ગંભીર નથી. ઉદાહરણ તરીકે, બે એન્જિનવાળા વિમાનમાં એક એન્જિન ફેલ થયું છે, જ્યારે બીજું હજુ પણ કાર્યરત છે.
આ કોલ એ સુનિશ્ચિત કરે છે કે ATC તાત્કાલિક ધ્યાન આપે, જેમ કે એરસ્પેસ ખાલી કરવી, લેન્ડિંગ માટે વિમાનને પ્રાથમિકતા આપવી અને ઈમર્જન્સી સેવાઓ તૈયાર કરવી.
PAN PAN PAN અને MAYDAY વચ્ચેનો તફાવત
-
આ મેસેજ સૂચવે છે કે , મધ્યમ સ્તરની ઈમર્જન્સી સ્થિતિ છે.
-
તાત્કાલિક કોઈ જોખમ નથી, પરંતુ પરિસ્થિતિ એવી છે કે તાત્કાલિક મદદ અથવા ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.
-
આનો અર્થ એ છે કે એ મેડે કરતાં ઓછી ગંભીર સ્થિતિ દર્શાવે છે.
-
MAYDAYનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિમાન તાત્કાલિક જોખમમાં હોય છે.
-
આ મેસેજ કોઈ ખામી અને તાત્કાલિક સહાયની જરૂર દર્શાવે છે.
-
એ ફ્રેન્ચ શબ્દ ‘panne’ પરથી આવ્યો છે, જેનો અર્થ ખામી અથવા સમસ્યા થાય છે.
‘PAN PAN PAN’ કોલ એ સુનિશ્ચિત કરે છે કે ATC તાત્કાલિક ધ્યાન આપે, જેમ કે એરસ્પેસ ખાલી કરવી, લેન્ડિંગ માટે વિમાનને પ્રાથમિકતા આપવી.
વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું
મળતી માહિતી મુજબ, વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું, તેથી એને મુંબઈ ડાઇવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી. વિમાન રાત્રે 9.52 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઊતર્યું. ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ દરમિયાન એન્જિનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. પ્રક્રિયાઓનું પાલન કરીને વિમાનને ડાઇવર્ટ કરવામાં આવ્યું અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.