Pakistan પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન: પાકિસ્તાનના (Pakistan) સ્થાનિક મીડિયા અહેવાલોમાં દાવો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પરવેઝ મુશર્રફનું નિધન. પાકિસ્તાની (Pakistan) મીડિયાએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમાર હતા. દુબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, અમાઇલોઇડોસિસ એ દુર્લભ અને ગંભીર રોગ છે. આમાં, માનવ શરીરમાં એમાયલોઇડ નામનું અસામાન્ય પ્રોટીન બનવાનું શરૂ થાય છે. તે હૃદય, કિડની, લીવર, નર્વસ સિસ્ટમ, મગજ વગેરે જેવા અવયવોમાં જમા થવા લાગે છે, જેના કારણે આ અવયવોના પેશીઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી.

તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. મુશર્રફને હૃદય અને અન્ય વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. પરવેઝ મુશર્રફે જ 1999માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના ભારત સામે કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે આર્મી ચીફ રહીને પાકિસ્તાનમાં બળવો કરીને માર્શલ લો પણ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *