નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ કોવિશિલ્ડ વેકસીનના બીજા તબક્કાના પાંચ દિવસીય રસીકરણનો કાર્યક્રમ પ્રારંભ

૭૭૨

પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંઘ, પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની અને ડો.મેહુલ બરાસરાએ કરાવ્યું રસીકરણ

પાલારા ખાસજેલ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહની પણ રસીકરણ માટે અપીલ

આ રસી સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે – પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંઘ

કચ્છ જિલ્લામાં બીજા તબક્કાના પાંચ દિવસીય કોવિશિલ્ડ વેકસીન અભિયાનનો પ્રારંભ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની અને નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ડો.મેહુલ બરાસરા અને પાલારા ખાસજેલ ભુજના અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહે રસીકરણ કરીને કરાવ્યો છે.
ભુજ પોલીસ હેડકવાર્ટસથી આજે પશ્ચિમ કચ્છ પોલીસ એસ.પી.શ્રી સૌરભસિંઘે કોવિશિલ્ડ વેકસીનેશન કરતાં તમામને રસી લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહયું હતું કે, ‘‘વૈશ્વિક મહામારી કોરોના માટેની વેકસીન સુરક્ષિત અને સલામત છે. વેકસીન બાદ સૌ નોર્મલ અનુભવે છે. તો સૌ આ રસી લઇએ અને કોરોના મહામારીનો એક સાથે મળી સામનો કરીએ.’’
પાલારા ખાસજેલ ભુજના અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહે પણ રસી લઇ સૌને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ પણ આજે કોવિશિલ્ડ વેકસીનેશન લઇ, કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ, વર્કસને અનુરોધ કર્યો હતો કે, ‘‘સૌ અભિયાનનો ભાગ લઇ સુરક્ષિત બની કોરોના કોવીડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરીએ.’’
નખત્રાણા પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરાએ નખત્રાણા ખાતે રસી લેતાં સૌને અનુરોધ કર્યો હતો કે, કોઇપણ ડર વગર નિયત શીડયુલ પ્રમાણે દરેકે આ વેકસીન લેવી જોઇએ.
પશ્ચિમ કચ્છ ભુજ ડીવીઝન ડેપ્યુટી એસ.પી.શ્રી જે.એન.પંચાલે પણ રસીકરણ લેતા સૌને કોવિશિલ્ડ વેકસીન લેવા અનુરોધ કરી કોરોના મહામારીને અટકાવવા આ રસી લેવી જરૂરી છે તેની કોઇ આડઅસર પણ નથી તેમ જણાવ્યું હતું.
ભુજ તાલુકા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો.અમીન અરોરાએ જણાવ્યું હતું કે, ‘‘પાંચ દિવસના આ રસીકરણ કાર્યક્રમ ૧૬ ટીમો દ્વારા દસ સ્થળોએ યોજાશે. જેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આરોગ્ય બાદ હવે પોલીસ, મહેસુલ, તાલુકા પંચાયત, ગ્રામ રક્ષકદળ અને નગરપાલિકાના થઇ અંદાજે કુલ ૬૬૩૫ લોકોને રસી અપાશે.
પોલીસ હેડકવાર્ટસ ભુજ ખાતે યોજાયેલા કોવિશિલ્ડ વેકસીનેશનમાં પોલીસ અધિકારી/કર્મચારીઓએ વેકસીનેશન લીધી હતી જેનું આયોજન એસ.એમ.ચૌહાણ પોલીસ સબ ઈન્સપેકટર દ્વારા કરવામાં આવ્યું હતું.
રસી લેનારા વિવિધ કોરોના વોરિયર્સનો અભિપ્રાય હતો કે આ રસી સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે.
આ તકે રસી લેનારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાથે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક તેમજ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડોકટરો અને નર્સો તેમજ મીડીયા કર્મીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *