
World No Tobacco Day : વિશ્વ તમાકુ નિષેધ દિને ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે સહિત ૩૦૦ એ વ્યસન મુક્તિના શપથ લીધા
World No Tobacco Day : માંડવીમાં ત્રણ દાયકાથી કાર્યરત જનકલ્યાણ મેડીકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર–માંડવી તેમજ પૂ.નરેશમુનિ મ.સા. પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન ના સંયુક્ત ઉપક્રમે તા.૩૧/૦૫ ને બુધવારના સવારે ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) મધે વિવિધ કાર્યક્રમોથી વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ.
World No Tobacco Day : મુખ્ય મહેમાન તરીકે માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવેએ ભીમ-૧૧ ના દિને આજે વિશ્વ તમાકુ નિષેધ દિને ઉપસ્થિત મોટી સંખ્યામાં બાળકોને સંબોધતાં જણાવેલ કે, કેન્સરના દર્દમાં તમાકુ પણ મુખ્ય કારણ છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમને આગળ કરી યુવાનોને દેશની સંપતિ ગણાવતાં યુવાધન ભરતનું ભવિષ્ય છે, પોતે આજથી વ્યસન છોડવાની પ્રતિજ્ઞા લઈ ઉપસ્થિત ૩૦૦ બાળકોએ જીવનમાં ક્યારેય વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધેલ. આઈ.ટી.આઈ. ની પ્રવૃત્તિઓ ઘ્વારા યુવાનોને પોતાની સ્કીલ ડેવલપ કરવા પ્રેરક દૃષ્ટાંતોથી વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ.
World No Tobacco Day : જનકલ્યાણ મેડીકલ સોસાયટીના પ્રમુખ કીરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચન સાથે આજે વિશ્વ તમાકુ નિષેધ દિને જ માત્ર નહિં પરંતુ ૩૫ દિવસ વ્યસન મુક્તિ માટે જનકલ્યાણ મેડીકલ સોસાયટી કાર્યરત છે અને પ્રસંગોપાત જન જાગૃતિ માટેના કાર્યક્રમો કરી રહી છે. વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી દિનેશભાઈ એમ. શાહે પ્રસંગ પરિચય આપતાં વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિનું પ્રશિક્ષણ તેમજ મુખની તપાસ ડોક્ટરો પાસે કરાવવામાં આવનાર હોવાનું જણાવેલ તેમજ પ.પૂ.નરેશમુનિ તથા પ.પૂ.ઓજસમુનિ ઈન્દોર (મધ્ય પ્રદેશ) મધ્યે બાઈક રેલી ધ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કર્યાનું જણાવેલ. ડો.જયેશભાઈ મકવાણાએ વિદ્યાર્થીઓને તમાકુથી થતાં નુકશાન અંગે વિસ્તારથી સમજાવી માણસને ખોરાકની જરૂર છે નહિં કે, તમાકુ માટે તમાકુ ગુટખા રૂપી કચરો આપણાં શરીરમાં ન નાખવા પ્રેરક ઉદ્દબોધન કરેલ. ડો.અમિતભાઈ ખત્રીએ છોકરાઓની સાથે બહેનોમાં પણ વ્યસનનો પ્રમાણ વધારે જોવા મળતો હોવાનું જણાવી વ્યસનથી ભવિષ્યમાં શું તકલીફ થાય છે તે અંગે માર્ગદર્શન આપેલ.

સમર સ્કીલ વર્કશોપમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્રથી વિદ્યાર્થીઓને નવાજવામાં આવેલ
World No Tobacco Day : ડો.નવીનભાઈ ગોગરીએ નાનપણથીજ જો વ્યસન મુક્ત રહેશું તો પરિવાર માટે આશીર્વાદ રૂપ પુરવાર થશું તેવું જણાવેલ. આઈ.ટી.આઈ.ના રાજેશભાઈ વ્યાસે જનકલ્યાણ મેડીકલ સોસાયટી તથા વ્યસન મુક્તિ અભિયાનનો આભાર માનતાં જણાવેલ કે, પાંચ વર્ષ પહેલાં પણ અહીં આવો કેમ્પ કરવામાં આવેલ જેમાં ઘણા વિદ્યાર્થીઓને વ્યસનરૂપી રોગને ઉગતા જ ડામીદેવા જણાવેલ તેમજ સમર સ્કીલ વર્કશોપમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્રથી વિદ્યાર્થીઓને નવાજવામાં આવેલ.
World No Tobacco Day : અનિરુધ્ધભાઈનું કીરણભાઈ સંઘવીએ, રાજેશભાઈ વ્યાસનું અરવિંદભાઈ શાહે, ડો.અમિતભાઈ ખત્રીનું નિશાંતભાઈ શાહે, ડો.નવીનભાઈ ગોગરીનું વી.કે. સોલંકી (પૂર્વ મામલતદારે), ડો.જયેશભાઈ મકવાણાનું અનિરુધ્ધભાઈ દવેએ સન્માન કરેલ જ્યારે આઈ.ટી.આઈ. તરફથી અનિરુધ્ધભાઈ દવેનું રાજેશભાઈ કે. વ્યાસે, કીરણભાઈનું ડી.એસ. વાંઝાએ, જ્યારે અરવિંદભાઈનું ડી.વી.ચારણે સન્માન કરેલ હતું.
World No Tobacco Day : સમર સ્ટીલ વર્કશોપમાં ૬ દીકરીઓનું અનિરુધ્ધભાઈ દવેના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ જેમાં રાશી વિનોદભાઈ મોતા, રીયા નિલેશભાઈ મોતા, લક્ષ્મી ભારમલભાઈ મુછડીયા, શબીના કાસમભાઈ નોડે, વિશાખા કેતનભાઈ બારોટ તથા આરીફા અબુબકર ખલીફાનો સમાવેશ થયેલ હતો.
World No Tobacco Day : કાર્યક્રમને આઈ.ટી.આઈ.ના આચાર્ય પ્રતિકભાઈ પરસાણીયા, વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડો.દિનેશભાઈ જોશીએ શુભેચ્છા પાઠવેલ. આઈ.ટી.આઈ. મધ્યે ૩૦૦ બાળકોના મુખની તપાસ ડો.નવીનભાઈ ગોગરી, ડો.અમિતભાઈ ખત્રી તથા ડો.જયેશભાઈ મકવાણા ઘ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં ડો.આદિત્ય ચંદારાણા, જયેશભાઈ શાહ, આઈ.ટી.આઈ. સ્ટાફગણ ઉપસ્થિત રહેલ. આભાર વિધિ અરવિંદભાઈ શાહે જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ કંસારાએ કર્યું હતું.