નેપાળ પ્લેશ ક્રેશમાં સવાર તમામ લોકોના મોત, બધાના મૃતદેહો મળ્યાં

પોખરા સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી અને પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થવાથી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

નેપાળના પોખરામાં રવિવારે યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. નવીનતમ માહિતી અનુસાર આ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. પોખરા સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી અને પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થવાથી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે આ વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું.

આ વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. યતી એરલાઈન્સની ATR-72 ફ્લાઈટ પોખરા એરપોર્ટ પહોંચે તેના 10 સેકન્ડ પહેલા આ અકસ્માત થયો હતો. ખાસ વાત એ છે કે નેપાળના આ પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન 14 દિવસ પહેલા જ થયું હતું. આ અકસ્માત દિવસના 11.10 વાગ્યે થયો હતો. આ પ્લેન પોખરા ખીણમાં સેતી નદીના ખાડામાં પડી ગયું હતું.

પોખરામાં ક્રેશ થયેલ યતિ એરલાઈન્સમાં 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે. પ્લેનમાં સવાર પાંચ ભારતીયોના નામ સંજય જયસ્વાલ, સોનુ જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા છે. 72 લોકોથી ભરેલ વિમાન ક્રેશ થવા પર નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. બીજી તરફ, પોખરા એરપોર્ટ પર પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

અકસ્માત અંગે કેબિનેટની ઇમરજન્સી મિટિંગ
જણાવી દઈએ કે આ અકસ્માતને લઈને કાઠમંડુના બાલુવાતારમાં મંત્રી પરિષદની ઈમરજન્સી મિટિંગ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિમાન દુર્ઘટના બાદ અસરકારક બચાવ અને દુર્ઘટનાના ટેકનિકલ કારણોની શોધ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

વિમાનમાં 5 ભારતીય અને 4 રશિયન મુસાફરો સવાર
એક રિપોર્ટ અનુસાર આ વિમાનમાં નેપાળના 53, ભારતના 5, રશિયાના 4, દક્ષિણ કોરિયાના 2, આયર્લેન્ડના 1, આર્જેન્ટીના અને એક ફ્રાંસના નાગરિકો હતા. આ સાથે જ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ગૃહ પ્રધાન રવિ લામિછા ઇમરજન્સી મિટિંગ પછી સીધા કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

નેપાળમાં બચાવ કાર્ય ચાલુ છે
નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ ત્યાંના સ્થાનિક નાગરિકો પણ આ બચાવ કાર્યમાં લાગેલા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 40થી વધુ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *