NEETમાં ગડબડ, UGC NETમાં પેપર લીક બાદ હવે આ પરીક્ષા મોકૂફ: NTAએ જુઓ શું કહ્યું
CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી છે. આ પરીક્ષાનું આયોજન NTA દ્વારા કરવામાં આવે છે. આગામી 25 તારીખથી 27 તારીખ સુધી પરીક્ષા થવાની હતી. જોકે આજે NTA દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સંશાધનોની અછત હોવાના કારણે પરીક્ષા મોકૂફ કરવામાં આવે છે.