
અમદાવાદ ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા
અમદાવાદમાં 7 જુલાઇએ નીકળનારી 147મી રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નિકળી છે. 18 જેટલા હાથીઓ, શણગારેલા બળદગાડા, ઢોલ નગારા અને ભક્તોના ઉત્સાહ સાથે જળયાત્રા નિકળી હતી. સાબરમતી નદીના કાંઠે સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થયું છે. હવે 108 કળશમાં પવિત્ર જળ ભરી મંદિરમાં લાવી પૂજા વિધિ કરી ભગવાનને મહાઅભિષેક કરવામાં આવશે. આજે સાંજે ભગવાન મોસાળમાં જશે.
ભગવાન જગન્નાથજીની જળયાત્રા મંદિરે પરત ફરી
જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નિતિન પટેલ, કાશી, મથુરાના સાધુ – સંતો જળયાત્રામાં જોડાયા
14 ગજરાજ, 108 પારંપરિક કળશ, 1008
મહિલાઓ, 10થી વધુ ભજન મંડળીઓ, 501 વિવિધ રંગોના ધ્વજ
51 ભક્તો ચાંદીની છડી, ચંવર, છત્ર સાથે
જોડાયા. થોડીવારમાં મંદિરમાં ભગવાનનો જળાભિષેક थशे