વર્તમાન જીવનશૈલીમાં યોગ એ સ્વસ્થતાની ગુરુ ચાવી

Kvo bhuj

કવીઓ મધ્યે દરરોજ સવારે નિ:શુલ્ક યોગ કેન્દ્રનો લાભ લેવા પ્રમુખ જિગર છેડાની અપીલ

(ભુજ) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમ્યાન ક્વીઓ ભુજ મધ્યે સૌ ને સંબોધન કરતાં યોગગુરુ કમલભાઈ ભટએ જણાવ્યું હતું કે, વર્તમાન જીવનશૈલીમાં આજે દરેક ક્ષેત્રે માનસિક તણાવ વધ્યો છે. ત્યારે નિયમિત યોગાભ્યાસ એ વ્યક્તિ અને સમાજ બન્ને માટે સ્વસ્થતાની ગુરુચાવી છે. કવીઓ સખીવૃંદ અને ઉમા યોગ કેન્દ્રના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં યોગાભ્યાસ દરમ્યાન ભાવનાબેન અશોકભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે, નિયમિત યોગ કરવાથી તન અને મન પ્રફુલ્લિત રહે છે. આપણે સૌ એ આપણા માટે થોડો સમય કાઢી દિવસમાં સમય મળે ત્યારે નિયમિત યોગાસન કરવા જોઈએ. મહિલાઓ ધારે તો રસોડાના કામ દરમ્યાન પણ નાની મોટી કસરત કરે તો પીઠ કે ઘુંટણના દુઃખાવાની ફરિયાદ નહીં રહે. કવીઓ જૈન મહાજનના પ્રમુખ જિગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચનને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું અને ૨૦૧૫ થી વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ. આજથી ઉમા યોગ કેન્દ્રના સહયોગથી કવીઓ સંકુલ મધ્યે દરરોજ સવારે ૭ થી ૮ નિ:શુલ્ક યોગ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેનો લાભ લેવા તેમણે સૌને અપીલ કરી છે.આ પ્રસંગે ૧૩ વરસની દિકરી દેવલબેન રામભાઈ ગઢવી એ યોગના અતિ મુશ્કેલ વિવિધ આસનો કરયા હતા.તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા ના વરદ્ હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ઉમા યોગ કેન્દ્ર ના યોગ સાધકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહાજનના મંત્રી શ્રી નરેશભાઈ શાહ, ખજાનચી શ્રી હરેશભાઈ ગોગરી, ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગાલા,સંધના ટ્રસ્ટી શ્રી મનિષભાઇ નાગડા, શ્રી કિરણભાઈ કક્કા,સખીવૃંદના પ્રમુખ પ્રિતીબેન છેડા અને સખીવૃંદના સદસ્યો, યુવા પાંખના પ્રમુખ શ્રી ઈશાન મોતા અને‌ યુવા પાંખના સદસ્યો, ક.વી.ઓ.સમાજ ના લોકો અને જૈન સમાજ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલા અને કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *