
શહેરના કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ મેંગો માર્કેટ પાસે એક યુવાનની માથામાં પથ્થર કે બોથડ પદાર્થ ફટકારી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસને પ્રાથમિક માહિતી મળી તે મુજબ હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ પોરબંદરનો વતની છે અને હાલ મામાવાડી તરફ રહે છે. આ દેવીપૂજક યુવાનનું નામ મુકેશ કાનાભાઇ સોલંકી હોવાની ચર્ચા થઇ રહી હોઇ પોલીસે તપાસ આદરી છે. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની શકયતા છે. તસ્વીરમાં ઘટના સ્થળે મૃતદેહ અને પોલીસ કાફલો જોઇ શકાય છે. હત્યાનો ભોગ બનનાર વિરૂધ્ધ પોરબંદરમાં અમુક ગુના હોવાની પ્રાથમિક માહિતી પણ પોલીસને મળી છે.વધુ તપાસ આગળ ચાલી રહી છે…