પોરબંદરના મિયાણી ગામે જેટકોના ૬૬ કે.વી. સબસ્ટેશનનુ ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા ૮૫૩.૧૬ લાખના ખર્ચે બનનાર સબસ્ટેશનથી ૧૮૦૦થી વધુ વીજગ્રાહકોને પુરતો વીજ પુરવઠો મળશે

તાલુકાના મિયાણી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. (GETCO)ના ૬૬ કે.વી. મિયાણી સબસ્ટેશનનુ ખાતમુહૂર્ત તથા તખ્તી અનાવરણ પોરબંદરના ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયાના હસ્તે તથા સાંસદ શ્રી રમેશભાઇ ધડૂકની પ્રેરક ઉપસ્થિતિમા કરાયુ હતુ. આ સબસ્ટેશન સ્થાપિત થવાથી જુદા જુદા ત્રણ ગામોના અંદાજે ૧૮૦૦ થી વધુ વીજ ગ્રાહકોને પુરતો વીજ પુરવઠો મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ વિકાસના કામનુ ખાતમુહૂર્ત કરીને કહ્યુ કે, મિયાણી સબસ્ટેશન થવાથી પોરબંદર તાલુકાના મિયાણી, ટુકડા મિયાણી અને ભાવપરા ગામના તેમજ મિયાણી જી.આઇ.ડી.સીની આજુ-બાજુ વિસ્તારમા પુરતા વીજ દબાણથી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે. તખ્તી અનાવરણ કરીને સાંસદ રમેશભાઇ ધડૂકે ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે, ૬૬ કે.વી. સબસ્ટેશન થવાથી ખેડૂતોને પુરતી વીજળી મળી રહેશે. મિયાણી સબસ્ટેશનના નિર્માણ માટે સરકાર દ્રારા ૮૫૩.૧૬ લાખ રૂપીયાનો ખર્ચ કરવામા આવશે.
આ સબસ્ટેશન ખાતે કુલ પાચ નવા ફીડરો સ્થાપિત કરાશે. જેમા ૧૧ કે.વી. જી.આઇ.ડી.સી (ઇન્ડસ્ટ્રીયલ) ફીડર-૧, ૧૧ કે.વી.(જે.જી.વાય) ફીડર-૧, ૧૧ કે.વી.(જે.જી.વાય) ફીડર-૨, ૧૧ કે.વી.(એ.જી) ફીડર-૧ તથા ૧૧ કે.વી.(એ.જી) ફીડર-૨ સ્થાપિત કરાશે.
કાર્યક્રમમા અગ્રણીઓ, GETCOના અધિકારીઓ/કર્મચારીઓ જુદા જુદા ગામના સરપંચો તથા સામાજિક અંતર અને માસ્ક સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમા મહેમાનોનુ શાબ્દિક સ્વાગત અધિક્ષક ઇજનેર GETCO જામનગર એસ.જી.કાંજીયાએ તથા આભારવિધિ GETCOના કાર્યપાલક ઇજનેર વી.આઇ.મેકવાને કરી હતી. તથા કાર્યક્રમનુ સંચાલન શિક્ષક રાજેશ રામએ કર્યુ હતુ.

પોરબંદર જિલ્લામાં તકેદારી સાથે ધો-૧૦ અને ધો-૧૨માં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
પોરબંદર તા.૧૧, છેલ્લા કેટલાક સમય થી રાજ્ય સરકારનાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા સઘન પ્રયાસો થઇ રહ્યા છે. કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્રારા શાળાઓમાં કોરોનાનુ સંક્રમણ ન થાય તેવી તકેદારી અંગે માર્ગદર્શન અપાયા બાદ આજથી પોરબંદર જિલ્લામાં ધો-૧૦ અને ધો-૧૨માં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિધાર્થીઓને જરૂરી તકેદારી, સેનેટાઇઝેશન, માસ્ક પહેરવા અંગેની જરૂરી સુચના અને વિધાર્થીઓનુ થર્મલ ગન થી સ્ક્રીનીંગ કરી જરૂરી માર્ગદર્શન આપીને પ્રવેશ અપાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્રારા સરકારની માર્ગદર્શિકા અનુસાર શીક્ષકો સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી હતી.આજે ૩૯૧૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *