શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ધરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પશ્ચિમ કચ્છ , ભુજ પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોદલીયા સાહેબ , સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકવવા તેમજ થયેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. , ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ . એચ.એમ.ગોહિલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર / તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , માધાપર જુનાવાસા ખાતે આવેલ મહેશ્વરીવાસમાં રામ મંદિર પાસે બે ઇસમો પોતાના કબ્બામાં કલર ભરેલી ડોલ અને કલર મીક્ષ કરવાનું મશીન લઇને ઉભા છે.જે મુદામાલ શંકાસ્પદ હોય અને ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાની હકીકત મળતા તુરત જ વર્ક આઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબના બે ઇસમો હાથમાં ડોલ અને કલર મીક્ષ કરવાનું મશીન લઇને ઉભેલા મળી આવતા મજકુર ઇસમોના નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ( ૧ ) ધીરજ સ / ઓ નારણ ઉર્ફે ઉકાઇ મહેશ્વરી , ઉં . વ . ૨૫ , રહે . રામ મંદિર પાસે , જુનાવાસ , માધાપર , તા.ભુજ ( ર ) દયારામ શંકર કોયરા ( મહેશ્વરી ) , ઉ.વ.ર ૪ , રહે . મતીયા કોલોની , જુનાવાસ , માધાપર , તા.ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમોના કબ્બામાં રહેલ મુદામાલ બાબતે બીલ કે આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા કોઇ આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ , જેથી સદરહુ ઇસમોની યુકિત પ્રયુકિતથી
પુછ- પરછ કરતા સદરહુ મુદામાલ કલર ભરેલી ડોલ તથા કલર મીક્ષ કરવાનું મશીન પોતે બંને જણા મળી આજથી બે દિવસ પહેલા માધાપર જુનાવાસ , સોનાપુરી પાસે સમાવાસમાં આવેલ મસ્જીદ માંથી ચોરી કરેલાની કબુલાત કરતા અને તે બાબતે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતા ભુજ શહેર “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં .૦૫ / ૨૦૨૧ , આઇ . પી . સી . કલમ – ૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર બંને ઇસમોના કબ્જા માં રહેલ કલર ભરેલી ડોલ તથા કલર મીક્ષ કરવાનું મશીન , કિ.રૂા .9,500 / – ગણી સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કલ્પે કરી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *