CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, ‘વિકસિત ગુજરાત–વિકસિત ભારત’ના સંકલ્પને દોહરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, ‘વિકસિત ગુજરાત–વિકસિત ભારત’ના સંકલ્પને દોહરાવ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ, જનકલ્યાણ અને રાજ્યના નાગરિકો માટે નવી તકોના સર્જન અંગે વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન રાજ્યના ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓના જીવનમાં સમૃદ્ધિ અને કલ્યાણ લાવવા તેમજ તેમના માટે નવી તકોનું સર્જન કરવા અંગે તેમનું અમૂલ્ય માર્ગદર્શન અને દિશાનિર્દેશ પ્રાપ્ત થયા છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન તેમણે ‘વિકસિત ગુજરાત–વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા પ્રત્યે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી હતી.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતો હંમેશા નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે. વડાપ્રધાનના માર્ગદર્શનથી ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા તેમજ રાજ્યના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવી દિશા મળે છે.

આ મુલાકાતને ગુજરાતના વિકાસના સંકલ્પ અને જનકલ્યાણલક્ષી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *