
વડાપ્રધાન તાપીના વ્યારા ખાતેથી રુપિયા 2192 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એક બાજુ ભૂતકાળની કોંગ્રેસની સરકારો અને આજે દેશમાં ભાજપની સરકાર જોઈ લો. તેમને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા નહોતી કરી. ચૂંટણી પહેલા ખોટા વાયદા કરવાનું કામ કોંગ્રેસ કરે છે. બીજેપી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા તેમનો વિકાસ કરવાની છે.

મેં કોઈ આદિવાસીની પાઘડી પહેરી હોય, કોટી પહેરી હોય તો ભાષણો કરીને મજાક ઉડાવે છે તેમને મજાક કરવાની મજા આવે છે. તમે આદિવાસી નેતાઓના ભાઈઓ અને બહેનોનો રાજકિય લાભ લઈ રહ્યા છો પરંતુ આદિવાસી ભાઈઓ હિસાબ સમય આવે ત્યારે ચૂકતે કરે છે. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં વન ધનની તાકાત અમારા માટે મહત્વની છે.
દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર બની છે ત્યાં આદિવાસીઓના સર્વોચ્ચ કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે. આઝાદી પછી કોંગ્રેસની સરકારો વર્ષો સુધી રહી. આદિવાસીઓની મુસિબતો ઓછી કરવાનો પ્રયત્ન ના કર્યો. વધારે સુવિધા આપી સ્થાઈ વિકાસ થાય તેના માટે અમે કામ કરતા રહ્યા છીએ. સુવિધા અમે આપી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવે છે.

બાળકોને બાલમંદિર, શાળા, નવા માર્ગ, તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહે તેને લઈને કામ કર્યા છે. કોંગ્રેસે આ પ્રકારે કામ નથી કર્યા. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિથી અલગ હતી જે અમે બિલકુલ બદલી નાંખી છે.