
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે PM મોદી દ્વારા કેવડીયા ખાતે મિશન લાઈફનું લોકાર્પણ કરાયું હતું. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદેશ મંત્રાલયલની ત્રણ દિવસની કોન્ફરન્સનું આયોજન કેવડીયામાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે વિવિધ ભેટો પણ તેમના હસ્તે મળશે. વડાપ્રધાન તાપીના ગુણસદા ખાતેથી રુપિયા 2100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.

કેવડીયા ખાતે આ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આ મંચથી ગૌરવ સાથે કહી શકીએ છીએ. ગ્લોબલ લીડર સોલર એનર્જીની વાત થઈ રહી હતી ત્યારે મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ દૂરદર્શીતાના કારણે મહત્વના પગલાઓ લીધા હતા. 2009માં અલગ ક્લાયમેટચેન્જ વિભાગની શરુઆત કરનાર ગુજરાતમાં એક માત્ર એશિયાનું રાજ્ય હતું. વિશ્વ જ્યારે ક્લાયમેટચેન્જ સાથે રસ્તો શોધી રહ્યું હતું ત્યારે તેમના વિઝન સાથે પર્યાવરણના ક્ષેત્રના તેમના નિર્ધારની સરાહના પણ કરવામાં આવી છે. તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

વૈશ્વિક સમુદાયમાં પર્યાવરણ મિત્ર. જીવન શૈલી માટે લાઈફને આંતરરાષ્ટ્રી જનઆંદોલનના રુપમાં આગળ વધારવાની અપીલ કરી હતી. અતિત થી પ્રેરણા લઈને લાઈફને વૈશ્વિક આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. રીન્યુએબ એનર્જીમાં ગુજરાતે દેશમાં સૌથી વધુ 4 લાખથી વધુ ઘરોમાં સોલાર રુપટોફથી કવર કરાયું છે. તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું