સુરતના મહિધરપુરામાં પ્રેમિકા ની હત્યા કરી પ્રેમી નાસી ગયો .

સુરતમાં હત્યાની ઘટના સામાન્ય બનતી હોય તે રીતે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. બે દિવસ પહેલાં જ 48 કલાકમાં 3 હત્યાની ઘટના સામે આવી હતી. ત્યાં આજે વધુ એક યુવતીની હત્યાની ઘટના બનવા પામી છે. સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ ખાતે મંથન કોમ્પ્લેક્ષમાં યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. 209 મંથન કોમ્પ્લેક્ષની રિનોવેટ થતી ઓફિસમાંથી યુવતીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

યુવતીની લાશ અંગે જાણ મધરપુરા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પી.આઇએ વધુમાં જણાવ્યું કે, યુવતી વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, યુવતી દેહ વિક્રેતાનો ધંધો કરતી હતી. દરમિયાન વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાના સુમારે તેના પ્રેમી સાથે આ ઓફિસમાં આવી હતી અને બંને વચ્ચે કોઈ બાબતથી બોલાચાલી થયા બાદ તેના પ્રેમીએ માથમાં બોથડ પદાર્થ વડે માર મારી હત્યા કરી નાખી છે.

હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના પ્રેમીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતી દેહ વિક્રેતાનો ધંધો કરતી હોવાથી વહેલી સવારે મંથન કોમ્પ્લેક્ષમાં રિનોવેટ થતી ઓફિસમાં યુવતી તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા એકાંતવાળી જગ્યામાં પહોંચી હતી. દરમિયાન યુવતીનો પ્રેમી સાથે ઝઘડો થતાં પ્રેમી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ કોમ્પ્લેક્ષ સહિત આસપાસના સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું હતું. આસપાસના લોકો પાસેથી પણ પૂછપરછ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, શુભમ રેસ્ટોરન્ટમાં કામ કરતો તેનો પ્રેમી કાલીયાએ જ તેની હત્યા કરી છે. પ્રેમિકા માધુરીની હત્યા કરી તે ફરાર થઈ ગયો છે. પોલીસે માધુરીના પ્રેમી કાલીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *