Justice BR Gavai : ભારતના 52મા ચીફ જસ્ટિસ બન્યા બી.આર. ગવઈ, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

Justice BR Gavai : જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે ભારતના 52મા ચીફ જસ્ટિસ પદના શપથ લીધા. વર્તમાન CJI સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થયો હતો. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને પદના શપથ લેવડાવ્યા હતા.
CJI ખન્ના પછી જસ્ટિસ ગવઈનું નામ સિનિયોરિટી લિસ્ટમાં હતું. એટલા માટે જસ્ટિસ ખન્નાએ તેમનું નામ આગળ મૂક્યું. જોકે તેમનો કાર્યકાળ ફક્ત 7 મહિનાનો છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પરની તેમની પ્રોફાઇલ મુજબ, જસ્ટિસ ગવઈને 24 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમની નિવૃત્તિની તારીખ 23 નવેમ્બર 2025 છે.
Justice BR Gavai : જસ્ટિસ ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમણે 1985માં પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી. 1987માં બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી હતી. અગાઉ તેમણે ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને હાઈકોર્ટના pp સ્વર્ગસ્થ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું હતું.
Justice BR Gavai : 1987 થી ૧1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત થયા. 14 નવેમ્બર 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી મળી. 12 નવેમ્બર 2005ના રોજ, તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી જજ બન્યા.
જસ્ટિસ ગવઈ બીજા દલિત CJI બનશે, તેમણે નોટબંધીને યોગ્ય ગણાવી હતી
જસ્ટિસ ગવઈ દેશના બીજા દલિત સીજેઆઈ બનશે. તેમના પહેલા, જસ્ટિસ કેજી બાલકૃષ્ણન ભારતના ચીફ જસ્ટિસ બન્યા હતા. જસ્ટિસ બાલકૃષ્ણન 2007માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.
સુપ્રીમ કોર્ટના જજ તરીકે, જસ્ટિસ ગવઈ અનેક ઐતિહાસિક ચુકાદાઓમાં સામેલ રહ્યા છે. તેમાં મોદી સરકારના 2016ના નોટબંધીના નિર્ણયને સમર્થન આપવું અને ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરવાનો સમાવેશ થાય છે.
સિનિયોરિટી લિસ્ટમાં જસ્ટિસ ગવઈ પછી જસ્ટિસ સૂર્યકાંતનો નંબર આવે છે. એવી શક્યતા છે કે તેમને 53મા ચીફ જસ્ટિસ બનાવવામાં આવે.
Justice BR Gavai : જસ્ટિસ ગવઈએ 19 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાતના અમદાવાદમાં ન્યાયિક અધિકારીઓના વાર્ષિક સંમેલનમાં હાજરી આપી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે પદ પર હોય અને શિષ્ટાચારની મર્યાદાની બહાર જજ રાજકારણી અથવા અમલદારની પ્રશંસા કરવાથી સમગ્ર ન્યાયતંત્રમાં લોકોના વિશ્વાસ પર અસર પડી શકે છે.
Justice BR Gavai : ચૂંટણી લડવા માટે જજનું રાજીનામું લોકોની નિષ્પક્ષતાની ધારણાને અસર કરી શકે છે. જ્યુડિશિયલ નૈતિકતા અને પ્રામાણિકતા એ મૂળભૂત સ્તંભો છે જે કાનૂની વ્યવસ્થાની વિશ્વસનીયતા જાળવી રાખે છે. ન્યાયતંત્રમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવો મહત્વપૂર્ણ છે. જો વિશ્વાસ ગુમાવશે તો તેઓજ્યુડિશિયલ વ્યવસ્થાની બહાર ન્યાય શોધશે.