રાજકોટમાં ભાજપનું જન પ્રતિનિધિ સંમેલન યોજાયું

રાજકોટમાં ભાજપનું જન પ્રતિનિધિ સંમેલન યોજાયું હતું. જેમાં જે.પી.નડ્ડા, સી. આર. પાટીલ સહીત સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. જેને લઇને રાજકીય પક્ષોના નાતાઑએ  ગુજરાતમાં ધામા નાખ્યા છે. જેના ભાગ રૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઑ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજકોટ એરપોર્ટ પર તેઑનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર સંતો અને સાવજોની ભૂમિ  
રાજકોટ મુલાકાત દરમિયાન  જે.પી.નડ્ડાએ રેસકોર્ષ મેદાનના આંગણે જન પ્રતિનિધિ સંમેલનને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્ર સંતો અને સાવજોની ભૂમિ છે. જેમાં આવવાનો  આજે અવસર પ્રાપ્ત થયો છે. કાર્યકાર્તાઑની કામગીરીને બિરદાવી હતી અને જનતાનો વિશ્વાસ જાળવી રાખવા કાર્યકરોને અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે કાર્યકર્તાઑની મહેનતથી ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. આ ઉપરાંત તેઓએ વધુને વધુ ડિઝિટલ બનીને કાગળના ઉપયોગને ઘટડવા પણ આહવાન  કર્યું હતું. ઉપરાંત કોરોના માહામરીમાં તમામ પક્ષો આઇસોલેશનમાં હતા આ વેળાએ ભાજપના કાર્યકરોએ સેવા અને સંગાઠનથી કામ કર્યું હોવાંનું જણાવ્યું હતું.વધુમાં જે.પી નડ્ડાએ વેકસીનેશન કામગીરીને બિરદાવી હતી,  વધુમાં વેકસીનેશન અંગે પણ વિપક્ષે રાજનીતિ કરી છતા PM મોદીએ વેક્સિનના 2 ડોઝ તમામને મફત આપ્યા હોવાનું અંતમાં જણાવ્યું હતું.
 
આ તકે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતમાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આ વખતે રેકોર્ડ બ્રેક બેઠકથી જીતીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.  વધુમાં વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી છે ત્યારે બિલાડીની ટોપની જેમ કેટલાક ચૂંટણી સમયે બહાર નીકળે છે. તેમ અંતમાં જણાવ્યું હતું. 
રાજકોટમાં રૂ.187 કરોડના કામોની ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઑને વધુ એક ભેટ આપી છે. જેમાં રાજકોટ મનપામાં વિકાસકાર્યો માટે રૂ.187 કરોડના કામોની ફાળવણી કરી છે.  આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ,  રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ, અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરનો જિર્ણોધ્ધાર સહીતના કામો હાથ ધરાશે. વધુમાં  વિશાળ પાર્કિંગ-ટેમ્પલ પ્લાઝા લેન્ડ સ્કેપીંગની કામગીરી માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવણી કરવામાં આવી છે. આથી રાજકોટનો વિકાસ સોળે કળાએ ખિલશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *