INDIAN CITIZENSHIP : છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાંથી ૨૩૦૦૦ લોકોએ ભારતની નાગરિકતા છોડવા માટે પોતાના પાસપોર્ટ સેરેન્ડર કર્યા

INDIAN CITIZENSHIP : છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાંથી ૨૩૦૦૦ લોકોએ ભારતની નાગરિકતા છોડવા માટે પોતાના પાસપોર્ટ સેરેન્ડર કર્યા

INDIAN CITIZENSHIP
INDIAN CITIZENSHIP

INDIAN CITIZENSHIP : ગુજરાતમાંથી પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગતવર્ષે ૧૮૧ સહિત છેલ્લાં દસ વર્ષમાં કુલ ૨૨૯૯૩ ગુજરાતીઓ દ્વારા ભારતીય પાસપોર્ટ સરન્ડર કરવામાં આવ્યો છે. અલબત્ત, ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં પાસપોર્ટ સરન્ડર કરનારામાં અંદાજે ત્રણ ગણા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાતમાંથી ૨૦૨૪ના વર્ષમાં દર મહિને ૧૫ પાસપોર્ટ સરન્ડર થયા

INDIAN CITIZENSHIP : વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૨ દરમિયાન દેશના જે રાજ્યમાંથી સૌથી વઘુ પાસપોર્ટ સરન્ડર થયા હોય તેમાં દિલ્હી ૬૦૪૧૪ સાથે મોખરે, પંજાબ ૨૮૧૧૭ સાથે બીજા, ૨૨૯૯૩ સાથે ગુજરાત ત્રીજા, ગોવા ૧૮૬૧૦ સાથે ચોથા જ્યારે મહારાષ્ટ્ર ૧૭૧૭૧ સાથે પાંચમાં સ્થાને છે.

આ પણ વાંચો વાતાવરણમાં અણધાર્યો પલટો: ભુજમાં કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિ

INDIAN CITIZENSHIP : સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ ૧૨.૯૯ લાખ દ્વારા ભારતીય નાગરિકત્વ જતું કરવામાં આવ્યું છે. છેલ્લા છ વર્ષમાં અમદાવાદ રીજિયોનલ પાસપોર્ટ ઓફિસથી જ છત્રીસ લાખ જેટલા પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આમ, વિદેશમાં અભ્યાસ, ફરવા જવા અને ત્યાં સ્થાયી થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

INDIAN CITIZENSHIP : પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ પ્રમાણે વિદેશનું નાગરિકત્વ મેળવવા માગતા લોકો માટે પાસપોર્ટ સરન્ડર કરવો ફરજીયાત છે. વિદેશમાં નાગરિકત્વ મેળવ્યા બાદ વહેલો પાસપોર્ટ સરન્ડર કરે તેના માટે કોઈ પેનલ્ટી નથી. પરંતુ ત્રણ વર્ષ કે તેથી વઘુ વિલંબ થાય તો રૂપિયા દસ હજારથી પચાસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. અમદાવાદમાં આરપીઓથી છેલ્લાં એક વર્ષમાં ૧૮૧ પાસપોર્ટ સરન્ડર થયા છે.

આરપીઓ અભિજીત શુક્લાએ જણાવ્યું કે, ‘કોવિડ બાદ ૨૦૨૩માં પાસપોર્ટ સરન્ડર થવાના પ્રમાણમાં વધારો થયો હતો. હવે ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં પાસપોર્ટ સરન્ડર થવાનું પ્રમાણ ઘટ્યું છે. ૨૦૨૪ના વર્ષમાં અમદાવાદ આરપીઓથી ૮.૧૨ લાખ જેટલા પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *