
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પુણેમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીની જન્મજયંતિ નિમિત્તે, છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત થીમ પાર્ક શિવસૃષ્ટિના ઉદ્ધાટન સમારોહમાં હાજર રહ્યા હતા. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સામેલ હતા. ત્યારબાદ પાર્કને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આ પાર્કમાં મરાઠા સામ્રાજ્ય સાથે સંકળાયેલા કિલ્લાઓના મહત્વને ઉજાગર કરવા માટે 3D ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. જેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના જીવનના વિવિધ દ્રશ્યો રજૂ કરાશે. આ પછી અમિત શાહ કોલ્હાપુર જવા રવાના થશે. ત્યાં તેઓ શિવાજીની જ્યંતિના અવસરે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ સાથે ન્યુ એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. તેમજ તેઓ મહાલક્ષ્મી મંદિરમાં પૂજા પણ કરશે. આ દરમિયાન અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે અને વિજય સંકલ્પ રેલીને સંબોધશે.