રાજ્યમાં કોરોના નું જોર યથાવત

રાજ્યમાં કોરોના નું જોર યથાવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના નવા ૩૯૨ કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ

ગાંધીનગર: રાજ્યમાં હજુ પણ કોરોના નું જોર યથાવત છે અને કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના નવા ૩૯૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં-૧૪૨, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં-૨૮, સુરત કોર્પોરેશન વિસ્તારમાં-૨૭, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં-૧૫, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં-૭, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં-૩ કેસ નોંધાયા છે. રાજ્યમાં મહેસાણા જિલ્લામાં-૩૫, વડોદરા જિલ્લામાં-૩૦, વલસાડ જિલ્લામાં-૧૩, સુરત જિલ્લામાં-૧૦, મોરબી જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં ૯-૯, સાબરકાંઠા જિલ્લામાં-૮, પાટણ અને રાજકોટ જિલ્લામાં ૭-૭, અમરેલી જિલ્લામાં-૬, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૫-૫, નવસારી જિલ્લામાં-૪, અમદાવાદ, આણંદ, ખેડા અને પંચમહાલ જિલ્લામાં ૩-૩, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ૨-૨, મહીસાગર અને પોરબંદર જિલ્લામાં ૧-૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ ૨૨૨૦ એક્ટિવ કેસો પૈકી ૩ દર્દીઓની તબિયત નાજુક હોય તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે ૨૨૧૭ દર્દીઓની તબિયત સ્ટેબલ છે. રાજ્યમાં આજે કુલ ૨૫૮ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *