GIANTS : જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી દ્વારા વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

૨૦ મી માર્ચ ચકલી દિવસ અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ માંડવી દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જીવ દયા ચેરમેન શ્રી અરવિંદભાઈ જેઠવાના સહયોગથી જાગનાથ મંદિર પાસે ઉપવનમાં કાળઝાળ ગરમીમાં વૃક્ષો ઉપર ચકલી ઘર તેમજ પાણીના માટીના કુંડા લગાડવામાં આવ્યા તથા તેનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ જીવદયા અંતર્ગત પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું.
આ પ્રોજેક્ટમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ મહેતા, ફેડ.ઓફિસર દીપકભાઈ સોની, પ્રમુખશ્રી હિંમતસિંહ જાડેજા, મંત્રીશ્રી યોગેશભાઈ ભટ્ટ, ખજાનચી પરેશભાઈ અઘેરા ,પરેશભાઈ સોની એસએમઓ, રાજેશભાઈ સોની જીવ દયા ચેરમેન શ્રી અરવિંદભાઈ જેઠવા તેમજ પરિનભાઇ વાંઝા વસંતગિરી ગોસ્વામી, તેમજ જાગનાથ મંદિરના પૂજારી શ્રી ચંદનગીરી ગુસાઈ હાજર રહ્યા હતા