ગંગુબાઈ કાઠિયાવાડી ૨૦૨૧માં થશે રિલીઝ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં દેખાશે

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૨૦૨૧માં થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને સંજય લીલા ભણસાલી પ્રોડ્યુસ અને ડિરેક્ટ પણ કરશે. હુસૈન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આ ફિલ્મ આધારિત છે. ૧૯૬૦ના સમયમાં કમાઠીપુરા વિસ્તારમાં ગંગુબાઈનું સામ્રાજ્ય ફેલાયેલુ હતું. ફિલ્મને લઈને તાજેતરમાં વિવાદ પણ થયો હતો. ફિલ્મની રિલીઝ વિશે એક નાનકડી ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભણસાલી પ્રોડક્શન્સે કૅપ્શન આપી હતી કે ‘બહાદુર, બૉલ્ડ અને ૨૦૨૧માં આગળ વધવા માટે તૈયાર છીએ. તેની આંખોમાં આગ અને તેની સ્ટાઇલમાં પ્રચંડતા છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ વર્ષે વર્ચસ્વ જમાવવા માટે તૈયાર છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *