
Gandhinagar: ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ
Gandhinagar : ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં ડૂબી જવાની એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ત્રણ શ્રમિકો નહાવા પડ્યા હતા. આ ઘટનામાં એક શ્રમિકને બચાવી લેવાયો છે, જ્યારે અન્ય બે શ્રમિકોની શોધખોળ હજુ ચાલુ છે. મોટેરાના આ શ્રમિકો નહાવા માટે કેનાલમાં પડ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી.
Gandhinagar : ફાયર વિભાગે ગુમ થયેલા બે શ્રમિકોને શોધવા માટે સઘન કામગીરી હાથ ધરી
Gandhinagar : મળતી માહિતી અનુસાર, મોટેરાથી આવેલા ત્રણ શ્રમિકો સુઘડ વિસ્તારમાં આવેલી કેનાલમાં નહાવા માટે ઉતર્યા હતા. અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ત્રણેય ડૂબી ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચીને એક શ્રમિકનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ અન્ય બે શ્રમિકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે.