ETHANOL MIXED FUEL : ઇથેનોલ મેળવેલા પેટ્રોલમાં ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે એવી પેટ્રોલ પંપ સંચાલકોની ફરિયાદ.

ETHANOL MIXED FUEL : ઇથેનોલ મેળવેલા પેટ્રોલમાં ભેજના કારણે ઇથેનોલ છૂટું પડી ટાંકામાં તળિયે બેસી જાય છે એવી પેટ્રોલ પંપ સંચાલકોની ફરિયાદ.

ETHANOL MIXED FUEL
ETHANOL MIXED FUEL

ETHANOL MIXED FUEL : ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા, હવે પેટ્રોલપંપના સંચાલકો અને પેટ્રોલપંપ એસોસિએશન જ સરકાર સામે પડ્યું છે. આ પાછળનું કારણ પણ ગજબનું છે! સાઉથ ગુજરાત પેટ્રોલપંપ ડિલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે.

ETHANOL MIXED FUEL
ETHANOL MIXED FUEL

ETHANOL MIXED FUEL : સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો, એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે. જેને લઈને બે મોટા વિવાદો ઊભા થયા હતા.

ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી હતી.

ETHANOL MIXED FUEL : આટલું જ નહીં, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂના વાહનોને નુકસાન કરતું હોવાના પણ ઘણા દાવા થયા હતા. જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ BS6 પ્રકારના વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યા છે. પરંતુ BS6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલા વાહનોમાં જ આવે છે. જ્યારે આ પહેલા બનેલા વાહનોમાં E20 ફ્યુઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે.આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે. આ વાતને લઈને પણ વાહનચાલકોમાં રોષ છે.

અત્યાર સુધી વાહનચાલકોને થયેલી તકલીફ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરંતુ આ વખતે પેટ્રોલપંપ એસોસિએશને જ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. સાઉથ ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશને લાખોનું નુકસાન થતું હોવાનો દાવો કરીને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખી આ પ્રકારનું ફ્યુઅલ ચોમાસાના ચાર મહિના બંધ કરવાની માગણી કરી છે.

આ પત્ર સામે આવ્યા બાદ અમે દક્ષિણ ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ સુરેશ દેસાઈ અને પેટ્રોલપંપ સંચાલક નિશીથ દેસાઈ સાથે વાતચીત કરી હતી.

ETHANOL MIXED FUEL : સુરેશ દેસાઈએ કહ્યું, વાતાવરણમાં જરા પણ ભેજ વધી જાય અથવા પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયા થઈ છૂટા પડી જાય છે. આ સૌથી મોટી સમસ્યા છે

જ્યારે આવું થાય છે ત્યારે ઇથેનોલનું વજન પેટ્રોલ કરતાં વધુ હોવાથી ઇથેનોલ પેટ્રોલની ટાંકીમાં નીચે બેસી જાય છે. પેટ્રોલ પંપમાંથી પંપ મારફતે પેટ્રોલ ખેંચવામાં આવે ત્યારે મોટેભાગે નીચેથી ખેંચાય છે. એટલે ગ્રાહકને ઇથેનોલ વધુ અને પેટ્રોલ ઓછું મળે છે. જેને કારણે ગ્રાહકના વાહનમાં તકલીફ પડે છે. જ્યારે મિકેનિકને બતાવે ત્યારે પેટ્રોલની ટાંકીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાની વાત કરે છે. ત્યારે તે ગ્રાહક ફરિયાદ લઈને અમારી પાસે આવે છે.

ETHANOL MIXED FUEL : આ સમસ્યાના નિવારણ તરફ ધ્યાન દોરતા સુરેશભાઈએ કહ્યું, પેટ્રોલ પંપની કંપનીઓએ અમને અલગથી બે ટાંકીઓ આપવી જોઈએ અથવા તો સરકારે આ કંપનીઓ સાથે સંકલન કરીને આ મુદ્દે કોઈ નિર્ણય લેવો જોઈએ. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ વિસ્તારોના પેટ્રોલ પંપમાં ઇથેનોલ અલગ થઈ જવાની સમસ્યાઓ ઊભી થાય છે. એટલે સરકારે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં E20 ફ્યુઅલ બંધ કરવું જોઈએ. દરેક પેટ્રોલ પંપ પર પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ પેટ્રોલિયમ કંપનીઓને આદેશ કરીને યોગ્ય સંચાલન કરાવવું જોઈએ.

ETHANOL MIXED FUEL : તેઓ રોષ ઠાલવતા કહે છે પેટ્રોલ કંપનીઓ કોઈ ખર્ચ કરવા માગતી નથી. તેમને બે અલગ-અલગ પ્રકારની ટાંકીઓની વ્યવસ્થા પણ કરવી જોઈએ. અને જો કોઈને ઇથેનોલ મિશ્રણ વગરનું પેટ્રોલ જોઈતું હોય તો ચોક્કસપણે મળવું જોઈએ અને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અને ઇથેનોલ મિશ્રણ વગરના પેટ્રોલના બંનેની ટાંકીઓ અલગ કરવી જોઈએ.

ETHANOL MIXED FUEL : સુરેશ દેસાઈએ કહ્યું, પ્રદૂષણ ઓછું કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ઇથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચવાનો નિર્ણય લીધો છે. આ સારી બાબત છે. પરંતુ નીતિ આયોગ મુજબ પેટ્રોલમાં 10% જ ઇથેનોલ મિશ્રણ કરવાની પરવાનગી છે. છતાં પણ 20% કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં પેટ્રોલમાં 30% ઇથેનોલ ભેળવવાની વાત ચાલી રહી છે. પરંતુ જો આવું થશે તો વાહનોમાં પેટ્રોલ ભરાવનાર ગ્રાહકોને તો નુકસાન છે જ, એની સાથે સાથે પેટ્રોલ પંપના ડીલરોને પણ લાખો રૂપિયાનું નુકસાન થશે.

ETHANOL MIXED FUEL : સુરતમાં પેટ્રોલપંપ ચલાવતા નિશીથ દેસાઈએ પણ તેમને ઇથેનોલના કારણે પડતી મુશ્કેલીની વાત કરી હતી. તેઓ ઇથેનોલ અને પેટ્રોલ અલગ જવાની પ્રક્રિયાને સમજાવતા કહે છે કે અમને ખાસ કરીને સમસ્યા ચોમાસામાં આવે છે. જ્યારે પણ પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી જાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા કરીને ઇથેનોલ અને પેટ્રોલને અલગ કરી દે છે. પેટ્રોલનું વજન ઓછું હોવાથી તે ઉપર રહે છે, જ્યારે ઇથેનોલ નીચે બેસી જાય છે.

ETHANOL MIXED FUEL : પેટ્રોલ પંપના માલિકોના નુકસાન વિશે તેઓ કહે છે કે દરેક પેટ્રોલ પંપ પર 20 હજાર લિટર પેટ્રોલની ટાંકી હોય છે. આ ટાંકીમાં 2 હજારથી લઈને 20 હજાર લિટર સુધી પેટ્રોલ ભરેલું હોય છે. જ્યારે પેટ્રોલ પંપની આ ટાંકીમાં પાણી ઘૂસી જાય, ત્યારે તે કુલ માત્રાના 20% ઇથેનોલને છૂટું પાડી દે છે. તે પછી વેચી શકાય તેમ હોતું નથી. એટલે વેસ્ટ થઈ જાય છે અને તેને અંતે ફેંકી દેવાનો વારો આવે છે, જે પેટ્રોલ પંપ માલિકોને પોસાય તેમ નથી.

ETHANOL MIXED FUEL : વધુમાં તેમણે કહ્યું, પેટ્રોલ પંપની કંપનીઓ સમય સાથે પેટ્રોલ પંપની ટાંકીની હાલત અને તેની પાઇપલાઇનની હાલત ચેક કરતી હોતી નથી. પરંતુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ લાવ્યા પછી આ અંગે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. વારંવાર પેટ્રોલ પંપની ટાંકીની હાલત ચેક કરવી જોઈએ અને પાઇપલાઇનને પણ વારંવાર ચેક કરતું રહેવું જોઈએ. ડીલર આ દરેક બાબતનું ધ્યાન રાખી શકે એટલો સક્ષમ હોતો નથી એટલે પેટ્રોલની કંપનીઓએ જ આમાં આગળ આવવું જોઈએ.

ETHANOL MIXED FUEL : અગાઉ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ તેની કિંમત અને વાહનમાં થતા નુકસાનને લઈને વિવાદમાં આવી ચૂક્યું હતું. હવે પેટ્રોલ પંપ માલિકોએ પણ લાખોનું નુકસાન થતું હોવાની ફરિયાદ કરી છે, ત્યારે આ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને લઈને સરકાર કોઈ પગલાં લેશે કે નહીં તે જોવાનું મહત્વનું રહેશે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *