દલિત નેતાના બગડયા બોલ, કહ્યું – ‘જો આંબેડકર જીવતા હોત તો ગોડસે બનીને ગાંધીની જેમ ગોળી મારી દેતે’

રાષ્ટ્રીય દલિત સેના નામના સંગઠનના વડાએ ખૂબ જ શરમજનક નિવેદન આપ્યું છે. દલિત સેનાના સંસ્થાપક હમારા પ્રસાદે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે જો આજે ભીમરાવ આંબેડકર જીવતા હોત તો તેમને ગોળી મારી દીધી દેતે. હમારા પ્રસાદે કહ્યું છે કે એવી જ રીતે ગોળી મારતે જેમ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી દીધી હતી. વીડિયો સામે આવ્યા બાદ હૈદરાબાદ પોલીસે કાર્યવાહી કરી છે અને હમારા પ્રસાદની ધરપકડ કરી લીધી છે. 

તેલંગાણાના દલિત નેતા હમારા પ્રસાદનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હમારા પ્રસાદે ડૉ. આંબેડકરના પુસ્તક ‘રીડલ્સ ઇન હિંદુઈઝમ’ વિશે ટિપ્પણી કરી છે. હમારા પ્રસાદનું કહેવું છે કે આ પુસ્તક દ્વારા ડૉ.આંબેડકરે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેલંગાણામાં બસપા નેતા આરએસ પ્રવીણ કુમારે વીડિયો શેર કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

પોલીસે કરી લીધી ધરપકડ 

આ મામલામાં હૈદરાબાદ પોલીસે હમારા પ્રસાદ વિરુદ્ધ IPC કલમ 153A અને 505(2) હેઠળ કેસ નોંધી લીધો છે અને તેમની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ હમારા પ્રસાદની પૂછપરછ કરી રહી છે. હમારા પ્રસાદે પોતાને રાષ્ટ્રીય દલિત સેના નામના સંગઠનના વડા ગણાવ્યા છે. વીડિયોમાં હમારા પ્રસાદે ડો. આંબેડકરની વારંવાર ટીકા કરી છે અને તેમને મારી નાખવાની ધમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *