CORONA RE-ENTRY : મુંબઈમાં 53 કેસ નોંધાયા, 2નાં મોત, સિંગાપોરમાં કોરોનાના 3,000 નવા કેસ નોંધાયા. સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે.

CORONA RE-ENTRY : મુંબઈમાં 53 કેસ નોંધાયા, 2નાં મોત, સિંગાપોરમાં કોરોનાના 3,000 નવા કેસ નોંધાયા. સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે.

CORONA RE-ENTRY
CORONA RE-ENTRY

CORONA RE-ENTRY : આજે મુંબઈમાં કોરોનાના 53 કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં એશિયાના કેટલાક ભાગોમાં વધતા કેસ છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ શાંતિ જાળવવા અને દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવી હતી કે જો તેમને કોવિડનાં કોઈપણ લક્ષણો દેખાય તો તેઓ મેડિકલ સારવાર લે.

સોમવારે મુંબઈની KEM હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ 2 દર્દીનાં મોત થયાં હતાં, જોકે, ડોક્ટરોનું કહેવું છે કે તેમનું મૃત્યુ કોવિડને કારણે નહીં, પરંતુ જૂની બીમારીને કારણે થયાં છે. એક દર્દીને મોઢાનું કેન્સર હતું અને બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું, જે કિડનીનો રોગ છે.

આ દરમિયાન એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે.

1 મેથી 19 મે દરમિયાન સિંગાપોરમાં 3000 દર્દી મળ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 11,100 હતી. અહીં કેસોમાં 28%નો વધારો થયો છે.

જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે, જેમાંથી 30 લોકોનાં મોત થયાં છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જોકે દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી. ભારતમાં 1 જાન્યુઆરીથી 19 મે સુધીમાં 257 કેસ નોંધાયા છે.

સરકારે કહ્યું- ભારતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં હાલ કોરોનાની કોઈ મોટી લહેર દેખાતી નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરીથી 19 મે સુધીમાં દેશમાં ફક્ત 257 કેસ નોંધાયા છે, જોકે સરકારના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ-19ની સ્થિતિ હજુ પણ કન્ટ્રોલમાં છે. મુંબઈના ડોક્ટરોએ હળવા લક્ષણોવાળા વધુ કેસ જોયા છે, ખાસ કરીને યુવાનોમાં, પરંતુ નવી લહેરના કોઈ અહેવાલ નથી. પાડોશી દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે.

કોવિડ JN1નો નવો વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે

CORONA RE-ENTRY : આ વખતે ઓમિક્રોનનો નવો વેરિયન્ટ JN1 અને તેના સબ-વેરિયન્ટ LF7 અને NB1.8ને સંક્રમણ માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે. અધિકારીઓ કહે છે કે અત્યારસુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવો વેરિયન્ટ વધુ ખતરનાક છે અથવા પહેલાં કરતાં વધુ ઝડપથી ફેલાય છે, જોકે તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.

ચીન અને થાઇલેન્ડ પણ એલર્ટ પર, વાઇરસના કેસ બમણા થયા

CORONA RE-ENTRY : ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે. ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાઇરસના કેસ બમણા થઈ ગયા છે. લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે તેમજ થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે.

JN1 વેરિયન્ટ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે

CORONA RE-ENTRY : JN1 એ ઓમિક્રોનના BA2.86 નો એક સેટ્રેન છે. ઓગસ્ટ 2023માં એનો પહેલો કેસ પુષ્ટિ થયો હતો. ડિસેમ્બર 2023માં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને ‘નેરિઅન્ટ એફ ઈન્ટરેસ્ટ’ જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN1 પહેલાંના વેરિયન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ બનેલો છે. COVID-19 JN1નાં લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તમને લોન્ગ-COVID હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયાં પછી પણ ચાલુ રહે છે.

CORONA RE-ENTRY
CORONA RE-ENTRY

શું હાલની વેક્સિન JN1 પર કામ કરે છે?

CORONA RE-ENTRY : અભ્યાસ મુજબ, JN1ને બેઅસર કરવો ઇમ્યૂન સિસ્ટમ માટે થોડું મુશ્કેલ છે. અગાઉની વેક્સિન અથવા એન્ટિબોડીઝ એની સામે ઓછી અસરકારક છે, પરંતુ XBB.1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર વેક્સિન JN1 સામે લડવામાં મદદ કરે છે. WHO મુજબ, XBB1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર એ COVID-19 વેક્સિન છે. એ ખાસ કરીને ઓમિક્રોનના XBB1.5 સબ-વેરિયન્ટને ઓળખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ બૂસ્ટર શરીરમાં એન્ટિબોડીઝ વધારે છે અને JN1થી થતા રોગને 19%થી 49% સુધી અટકાવી શકે છે

CORONA RE-ENTRY
CORONA RE-ENTRY

ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં

CORONA RE-ENTRY : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. માર્ચ 2020માં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન આશરે 1.08 કરોડ કોરોના કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98 હજાર પુરુષોમાં કેસ જોવા મળ્યા હતા. આ લહેરમાં 1.55 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. દરરોજ સરેરાશ 412 મૃત્યુ નોંધાયાં હતાં.

CORONA RE-ENTRY : કોરોનાની બીજી લહેર માર્ચ 2021થી મે 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ-મે 2021માં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયાં હતાં. બીજી લહેર સૌથી ઘાતક હતી, જેમાં હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. ડેલ્ટા વેરિયન્ટે ચેપ ઝડપથી ફેલાવ્યો, અને આરોગ્ય સિસ્ટમ પર ભારે દબાણ લાવ્યું. આ લહેરમાં 1.69 લાખ મૃત્યુ થયાં હતાં. દરરોજ સરેરાશ 2,769 મૃત્યુ નોંધાયાં હતાં.

CORONA RE-ENTRY : કોરોનાનો ત્રીજો તબક્કો ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધીનો હતો. ઓમિક્રોન વેરિયન્ટને કારણે જાન્યુઆરી 2022માં કોરોનાના કેસ ઝડપથી વધ્યા, જોકે ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, પરંતુ એ બીજી લહેર કરતાં ઓછી ઘાતક હતી. મૃત્યુદર ફક્ત 0.2% હતો. આ લહેરમાં 10465 લોકોનાં મોત થયાં હતાં. લગભગ 50.05 લાખ નવા કેસ નોંધાયા હતા.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ‘કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025’, માર્ગ અકસ્માતમાં ઘાયલોનો ખર્ચ સરકાર ઉઠાવશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *