
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. આજે ઘણા લાંબા સમય બાદ 500થી વધુ કેસ નોંધાતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં 113 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 101 કેસ, ગ્રામ્યમાં 9, વડોદરા શહેરમાં 90 કેસ, જ્યારે ગ્રામ્યમાં 13, રાજકોટ શહેરમાં 46 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે.
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા
કેન્દ્રની સાથે રાજ્યની સરકારે પણ કોરોના રસીકરણ પર ખાસ ભાર મુક્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધારે રસીકરણનો રેકોર્ડ તુટ્યો છે. જો કે આવનારી મહામારીના આંકડા એ સાબિત કરે છે કે રસી આવ્યા બાદ લોકોમાં બેદરકારી વધી છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં સંક્રમણના મામલા વધવા લાગ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 312 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન 3 દર્દીઓના મોત થયા છે. અહીં પોજિટિવિટી રેટ પણ 0.53 ટકા પહોંચી ગયો છે. રાજધાનીમાં હજું સુધી 6,40, 494 કેસ આવી ચૂક્યા છે. જ્યારે આ સારવાર દરમિયાન 6, 27, 797 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ત્યારે મહામારીથી 10, 918 લોકોના જીવ ગયા છે.