
Boycott Maldives : જ્યારથી ભારતીયોએ Boycott Maldives શરૂ કર્યું છે ત્યારથી માલદિવ્સને કરોડો રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. માલદીવે પોતે જ કહ્યું કે બૉયકોટનાં કારણે દેશનાં 44 હજાર પરિવારો પર સંકટ આવ્યું છે.
Boycott Maldives : હાલમાં માલદીવ સરકારનાં કેટલાક અધિકારીઓએ પ્રધાનમંત્રીની લક્ષદ્વીપ ટ્રિપને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જે બાદ બૉયકોટ માલદીવનો Maldives ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગયો. હવે માલદીવને લોકોનાં રોષનાં પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. માલદીવને ભારતીયોએ બૉયકોટ કર્યું જે બાદ દેશને દરરોજ કરોડો રૂપિયાનું નુક્સાન થઈ રહ્યું છે. જો કે માલદીવે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે અહીં ફરવાનો ખર્ચ અડધો કરી દીધો છે તેમ છતાં ભારતીયો અહીં જવા માટે તૈયાર નથી થઈ રહ્યાં.
44 હજાર પરિવારો પર સંકટ
આ વિવાદથી પહેલાં માલદીવ ભારતીયોનું ફેવરેટ ફરવાનું સ્થળ હતું. દરવર્ષે લાખો ભારતીયો અહીં ફરવા માટે જતાં હતાં. પણ ભારતીયોનાં બૉયકોટનાં લીધે માલદીવે Maldives પોતે કહ્યું કે હવે તેના 44000 પરિવારો સંકટમાં છે. ભારતીયોની નારાજગીને લીધે તેના ટૂરિઝમ ઈંડસ્ટ્રી પર ખરાબ અસર થઈ છે. ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ પર પણ લોકોએ માલદીવ ફરવાનાં ઓપ્શન્સ શોધવાનું બંધ કરી દીધું છે.