મસ્કત ગુજરાતી સમાજ દ્વારા બ્લોકબસ્ટર કોમેડી નાટક “દોસ્તી અનલિમિટેડ” રજૂ કરવામાં આવ્યું

મસ્કત ગુજરાતી સમાજ દ્વારા બ્લોકબસ્ટર કોમેડી નાટક “દોસ્તી અનલિમિટેડ” રજૂ કરવામાં આવ્યું

મસ્કત ગુજરાતી સમાજ, ભારતીય સોશિયલ ક્લબની ગુજરાતી પાંખ દ્વારા તાજેતરમાં ગ્રાન્ડ હૉલ, અલ લાજ ખાતે એક અદ્ભુત, રિબટિક્લીંગ, બ્લોકબસ્ટર કોમેડી નાટક “દોસ્તી અનલિમિટેડ” રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકે અનેક આંતરરાષ્ટ્રિય પ્રશંસા અને પુરસ્કારો જીત્યા છે.

વિખ્યાત બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી રંગમંચના કલાકાર કમલેશ ઓઝા આ નાટકમાં લેખક, દિગ્દર્શક અને અભિનેતા હતાં. તેમણે પ્રેક્ષકોને શરૂઆત થી અંત સુધી હાસ્યના છાંટા પાડી દીધા હતાં. “દોસ્તી અનલિમિટેડ” નિર્દોષ હાસ્યસભર પ્રેમ અને મિત્રતાની હૃદયસ્પર્શી વાર્તા હતી. કોવિડના ૩ વર્ષના વિરામ બાદ આટલા મોટા પાયે કાર્યક્રમ યોજવા મસ્કત ગુજરાતી સમાજને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો પણ કહેવાય છે કે, ઇરાદો સાચો હોય અને સમર્પણનો ભાવ હોય તો સફળતા દૂર નથી હોતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ઓમાન સલ્તનતમાં ભારતના રાજદૂત મહામહિમ શ્રી અમિત નારંગ હતાં. તેમણે કોવિડ બાદ બહોળી સંખ્યામાં જનમાનસ જોઇ આનંદની લાગણી વ્યક્ત કરી હતી; ઉપરાંત મસ્કત ગુજરાતી સમાજ અને તેના તમામ સમિતિના સભ્યોની મહેનત, સમર્પણ અને ટીમવર્કની પ્રશંસા કરી હતી,

જેમના વિના આ શક્ય ન હતું. શ્રી બટુકભાઇ વ્યાસ, શ્રી અશ્વિન ધરમશી, ભારતીય સોશિયલ ક્લબના શ્રી સી એમ સરદાર તેમજ શ્રી ચૈતન્ય ખીમજી અને શ્રી ધીરેન ખીમજી ની ઉપસ્થિતિએ પ્રસંગ શોભાવ્યો હતો. મસ્કત ગુજરાતી સમાજના માનદ કન્વીનર શ્રી ચંદ્રકાંત ચોથાણીએ સમિતિના તમામ સભ્યોની તેમના અથાક પ્રયાસો માટે પ્રશંસા કરી અને તમામ પ્રાયોજકોનો તેમના ઉદાર સમર્થન માટે આભાર માન્યો હતો. શ્રીમતી કલા વેદ એ ઓગસ્ટ ગેધરિંગના મહેમાનો નું સ્વાગત કર્યું હતું. મસ્કત ગુજરાતી સમાજના બોર્ડ મેમ્બર શ્રી કિરણ આશર અને મસ્કત ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી અરવિંદ ટોપરાણીએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યાં. શ્રી દિપક જોશી અને તેમની ટીમે તમામ મહેમાનો ને માંડવી-કચ્છની પ્રખ્યાત સ્વાદિષ્ટ દાબેલી પિરસી હતી.

આ સમગ્ર કાર્યક્રમ અલ તસ્લિમ ગ્રુપ, પુરુષોત્તમ કાનજી એક્સચેન્જ, મેરેન્જો સી.આઇ.એમ.એસ હોસ્પિટલ, ખીમજી રામદાસ, અલ અંસારિ ટ્રેડિંગ મસ્કત ફાર્મસી, અજય એન્ટપ્રાઇસીસ, મેહુલ એન્ટરપ્રાઇસીસ, ઇન્તિસર કોર્પોરેશન, લક્ષ્મીદાસ થરિયા વેદ, અલ ઓમાનીયા ફાઇનાન્શિયલ સર્વિસીસ, શાહ નાગરદાસ મનજી, એ.એ.કે. એન્ટરપ્રાઇસીસ અને અલ ઝેન ગ્રુપ ના ઉદાર સહયોગ દ્વારા પ્રાયોજીત થયો હતો. મસ્કત ગુજરાતી સમાજ દ્વારા આગમી રમજાન મહિનામાં વાર્ષિક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *