
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતા ફરીયાદી મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી ઉ.વ .૫૫ ધંધો.ખેતી રહે.ઉંટવડ તા.બાબરા જિ.અમરેલી વાળા તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ ના રાત્રીના આશરે એક વાગ્યાના અરસામાં વાડીએથી પોતાના ઘરે આવતા પોતાના મકાનની ડેલી આગળ ત્રણ અજાણ્યા ઇસમો ડેલીનું તાળુ તોડતા હોય , જેથી આ ફરિ.એ તેઓને બોલો ભાઇ બોલો તેમ કહી ટપારતા આ ત્રણેય ઇસમો એકદમ કાઇ પણ બોલ્યા વગર ફરિ .
ઓળખે તે પહેલા એક ઇસમે લોખંડના પાઇપ વતી ફરિ.ના જમણા હાથે મારેલ અને સાથેના બે માણસોએ પકડવા પ્રયત્ન કરતા ઝપા – ઝપી થતા તે લોખંડના પાઇપ વતી .
ફરિ.ને ઉપરા ઉપરી ( આડેધડ ) ત્રણ ચાર ઘા માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી આ ત્રણેય અજાણ્યા આદિવાસી જેવા મજુર ઇસમો નાસી ગયેલ . જે અંગે મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી રહે.ઉંટવડ વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં બાબરા પો.સ્ટે . ગુ.ર.નં. એ .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૮ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૨૫,૩૨૩,૩૮૨ , ૪૫૪,૪૫૭,૫૧૧,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી . થયેલ .
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા ચોરી , લુંટ તથા મારા મારી જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય , જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ , અમરેલી વિભાગ , અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય ,