અમદાવાદમાં યુવકની જાહેરમાં છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાણે ખોરંભે ચડી હોય અને લોકોને પોલીસનો દર ન હોય તેમ અવારનવાર હત્યા અને લૂંટના બનાવ બને છે ત્યારે ગઈકાલે વધુ એક હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ઇસનપુરમાં એક યુવકને જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવક મંદિર પાસે ઉભો હતો ત્યારે એ સમયે ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ત્રણ હુમલાખોરોમાં એક કિશોર પણ સામેલ હતો તેવું માલુમ પડ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક શાકની લારીના માલિકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે.  ગઈકાલે સાંજે યુવકને છરીના આડેધડ ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા એક કિશોર સહીત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જીવલેણ હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગઈકાલે વધુ એક બનાવ બનતા અસામાજિક તત્વોએ કાયદો જાણે હાથમાં લીધો હોય તેમ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. અવારનવાર થતા હુમલાથી શહેરનો દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *