
Aadhar card : બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા અંગે શિક્ષણ વિભાગનો અગત્યનો આદેશ, એફિડેવિટની જરૂર નહીં
Aadhar card : બાળકોના જન્મ પ્રમાણ પત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યાછે. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણ પત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે.આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે. જન્મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે.
Aadhar card : પરિપત્ર સંદર્ભે જણાવાયુ છે કે આધારકાર્ડ મુજબ જન્મ પ્રમાણપત્રમાં બાળકના પુુરાનામસાથેનું જન્મ પ્રમાણપત્રની અરજદારને નકલ આપવાની થતી હોય તે સમયે અરજદાર પાસેથી સુધારા જન્મ પ્રમાણપત્ર માટેની અરજી લેવાની રહે છે. પરંતુ કોઇપણ પ્રકારનું સોગંદનામું લેવાનું રહેતુ નથી. તેમજ સુધારા પ્રમાણપત્ર વિનામુલ્યે આપવાનું રહેશે. આ પરિપત્રનો અમલ કરવા જિલ્લા લેવલે સુચના અપાઇ છે.
નવુ ફોર્મેટ અપલોટ કરાયું
આ સંદર્ભે ઇ ઓળખ એપ્લીકેશનમાં જન્મ પ્રમાણપત્રનું નવું ફોર્મેટ ઓપરેશનાલાઇઝ કરવામાં આવી રહ્યુ છે.
Aadhar card : જેમાં જન્મ પ્રમાણપત્રની એન્ટ્રી કરતી વખતે બાળકના પુરા નામની કોલમમાં ફસ્ટ નેમમાં બાળકનું નામ મીડલ નેમમાં બાળકના પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક લખવાની રહેશે અને ત્યારબાદ તમામ વિગતો સેવ કર્યા બાદ સર્ટીફિકેટ પ્રીન્ટ કરી આપવાની રહેશે.
#Aadhar card #Circular #GujaratGovt #Childrennamechangeprocess